ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી-દેશના લોકલાડીલા વડાપ્રધાન
Written By
Last Updated : શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (17:11 IST)

પીએમ નરેન્દ્ર મોદી - તેમની કામ કરવાની શૈલી જ તેમની મહત્વાકાંક્ષા બતાવે છે

વર્ષ 2004ના મધ્યમાં એક પીઆર કંસલટેંટે એક રાષ્ટ્રીય દૈનિકના ગુજરાત સંવાદદાતાને પૂછયુ કે શુ તેઓ પોતાના કામ પછી રાત્રે પણ કામ કરવા ઉત્સુક છે તેનાથી તેમને વધુ આવક પણ થઈ જશે. 
 
કામ અડધી રાત પછીનું હતુ જેના હેઠળ ગુજરાત સંબંધિત સમાચારોની ઈંટરનેટ પર નજર રાખવાની હતી. આ સમાચાર બીજા દિવસે છાપામાં પ્રકાશિત થવાના થતા. આ સંવાદદાતાનુ કામ હતુ બધા સમાચારોના પ્રિંટ આઉટ કાઢી રાખવા.  
 
જ્યારે સંવાદદાતાએ પીઆર કંસલટેંટને પૂછયુ કે શુ એવુ નથી બની શકતુ કે આ કામને આખી રાત જાગીને કરવાને બદલે સવારે કરી લેવામાં આવે તો તેમને જણાવ્યુ કે ગ્રાહક આ પ્રિંટ આઉટને સાઢા છ વાગ્યાનું છાપુ આવતા પહેલા વાંચવા માંગે છે.  કંસલટેંટે કહ્યુ કે તેમનો ગ્રાહક ઈચ્છે છે કે તેઓ બધા સમાચાર સાઢા પાંચ વાગ્યા પહેલા જ વાંચી લે. સંવાદદાતાએ  પુછ્યુ કે આ વિચિત્ર માણસ કોણ છે જે આટલો ઉતાવળમાં રહે છે. પીઆર કંસલટેંટ કશુ ન બોલ્યા માત્ર મલકાતા રહ્યા. 
 
શુ તમે અંદાજ લગાવી શકો છો કે આ ગ્રાહક કોણ હતો ? તે વ્યક્તિ હતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જે સવારે પાંચ વાગ્યે ઉઠતા જ બધા સમાચારોની ક્લિપિંગ્સને જોતા અને ત્યારબાદ જ તેઓ યોગ અને મોર્નિંગ વોક પર જતા.   ત્યારબાદ તેઓ ફરી એકવાર છાપાને જોતા. ત્યારબાદ તેઓ હળવો નાસ્તો કરતા. નાસ્તામાં સાદા કે દક્ષિણ ભારતીય ડોસા રહેતા અથવા કોઈ ગુજરાતી ડિશ. નરેન્દ્ર મોદીની આ દિનચર્યા આજે પણ એવી જ છે જેવી હતી. ભલે ચૂંટણીનો સમય હોય ન હોય. હવે તો તેમને માટે સ્થિતિને વધુ સરળ બનાવી દેવામાં આવી છે.  તેમનો વોર રૂમ એક ન્યૂઝ એજંસીના ટિકરની જેમ તેમને દિવસભરની બ્રેકિંગ ન્યૂઝથી પરિચિત કરાવતો રહે છે.  
 
ભલે તેઓ એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હોય. તેમની પાસે બધી માહિતી એક નાનકડા નોટ્સના આકારમાં તેમની પાસે સતત આવતી રહે છે. આ માહિતી એવી હોય છે જેને તેઓ સેકંડોમાં જોઈ લે છે. અને આ માહિતીને પોતાના ભાષણોમાં જોડી પણ લે છે. જે તેમના મગજમાં રિપિટ થતી રહે છે. 
 
મોદીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ વગર થાકે પોતાનુ કામ સતત કરતા રહી શકે છે. 63 વર્ષની વયમાં પણ તેઓ લગભગ 150 રેલીઓ કરી લે છે. જેના બે કારણ છે પહેલુ તેમનુ સવારે વ્યાયામનો અભ્યાસ અને બીજી વાત કે તેઓ દેશના પીએમ બનવાની મહત્વાકાંક્ષા રાખે છે. ભાજપાના એક નેતાનુ કહેવુ છે કે આ મહત્વાકાંક્ષા તેમના મગજમાં હંમેશા જ જોશ ભરતો રહે છે.  

શુ કહે છે મોદીની આંખોની ચમક.. જુઓ આગળના પેજ પર 
 
 

આ વિશે કોંગ્રેસના એક નેતાનુ ઉદાહરણ જોવા લાયક છે. તેઓ કહે છે કે જ્યારે પીવી નરસિંહ રાવને પીએમ બનાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ ખૂબ જ વધુ વૃદ્ધ લાગતા હતા પણ સત્તામાં આવ્યા બાદ તેમનો ચહેરો ચમકવા માંડ્યો. જ્યારે કે આ માણસનો ચહેરો તો પહેલાથી જ ચમકી રહ્યો હતો અને આ ચમક લોકોને ગમી. તેમના ચહેરાની ચમકનો તેમની જીતમાં મહત્વપૂર્ણ ફાળો છે.  તેમની આંખોમાં મહત્વકાંક્ષાની ચમક હંમેશા બની રહે છે. 
આ ચમક તેમને કાયમ અથાક પ્રયત્ન કરવા માટે પ્રેરિત કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદથી જ મોદી હંમેશા જ એક ઈલેક્શનના અંદાજમાં રહે છે.  ફેબ્રુઆરી-માર્ચ 2002 માં રમખાણો બાદ તેણે ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરી જે ડિસેમ્બર 2002 સુધી ચાલી રહે છે અને આ તેમનુ સૌથી લાંબુ ચૂંટણી અભિયાન હતુ. ત્યારબાદ તો દરવર્ષે યાત્રાઓ થતી રહી. 
 
ક્યારેય ગરીબ કલ્યાણ મેળા લાગ્યા તો ક્યારેક વિવેકાનંદ યાત્રા થઈ. સદ્દભાવના યાત્રા થઈ. વન બંધુ કલ્યાન યોજનાઓ અને મેળાઓ લગાવવામાં આવ્યા.  અને હકીકતમાં 2012ના વિધાનસભા ચૂંટણી પછી સામાન્ય ચૂંટણી માટે સઘન કાર્યક્રમ ચાલી જ રહ્યો છે.  સૂત્રોનુ કહેવુ છે કે ઋતુ સંબંધી ગડબડોની તેમના સ્વાસ્થ્ય પર કોઈ અસર ન થાય એ માટે લીંબૂ પાણીની મદદ લેવામા આવે છે કે બપોરનુ ભોજન છોડી દે છે. જ્યારે કે બપોરનુ ભોઅજન તેમની સાથે વિમાનમાં જ હાજર હોય છે. રાતનુ ભોજન અનિવાર્ય રૂપે કઢી ખિચડી હોય છે. આ ઉપરાંત તેઓ બહારનુ કશુ પણ ખાતા નથી. તેઓ ભારતના કોઈપણ ખૂણામાં કેમ ન હોય રાત્રે ગાંધીનગર પરત આવી જ જાય છે.  
 
જો તમે એવુ વિચારતા હોય કે ઘરે પરત ફર્યા બાદ તેઓ થાકીને સૂવા જતા રહે છે તો તમે ખોટુ વિચારી રહ્યા છો. પોતાના રાજ્યમાં પહોંચતા જ તેઓ સૌ પહેલા મુખ્યમંત્રી કાર્યાલયમાંપહોંચી જતા કરતા. .  અને રાજ્યના પ્રશાસનિક અધિકારીઓની સાથે બેસીને વિવિધ મુદ્દા પર વાતચીત કરતા અને બધા મહત્વપૂર્ણ સરકારી ફાઈલો અને કાગળોનો ચુકાદો કરતા.  
 
જો તેઓ ક્યારેક સીધા ઘરે આવી જાય તો અધિકારીઓની બેઠક તેમના જ ઘરમાં થતી. પોતાનુ નમ ગોપનીય રાખવાની શરત પર એક અધિકારીનુ કહેવુ છે કે આ તેમની શાસન કરવાની તીવ્ર ઈચ્છાને દર્શાવે છે.  તેઓ એકસાથે અનેક કામ કરી શકે છે અને આ વાત ક્યારેય નથી ભૂલતા કે ગુજરાત તેમની મૂળ રૂપે વિશેષજ્ઞતા છે અને તેઓ આ વાત સુનિશ્ચિત કરે છે કે અહી કંઈક ગડબડ ન થાય.