બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. નરેન્દ્ર મોદી - દેશના ભાવિ વડાપ્રધાન !
Written By વેબ દુનિયા|

નરેન્દ્ર મોદી ગોધરામાં સદ્દભાવના ઉપવાસ કરશે !

મુસ્લિમો પણ ઉપવાસમાં જોડાશે

P.R
ગુજરાતમાં એક બદનામ ઇતિહાસ બની ગયેલા ગોધરાકાંડના 10 વર્ષ પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સદભાવના ઉપવાસ કરી રહ્યાં છે. ઉપવાસનો દિવસ પણ શુક્રવાર પસંદ કરવામાં આવ્યો છે, જે દિવસે મુસ્લિમો નમાજ અદા કરતા હોય છે. ઉપવાસ સ્થળે ખાસ મંડપ ઉભો કરવામાં આવ્યો છે.

હિન્દુત્વના પોસ્ટરબોય તરીકે ઉપસેલા મોદી મુસ્લિમોને સાથે રાખીને ઉપવાસ કરી રહ્યાં છે તેની નવાઇ એટલા માટે નથી કે તેમના પ્રથમ ઉપવાસ જ્યારે અમદાવાદમાં હતા ત્યારે મંચ ઉપર મુસ્લિમ આગેવાનોને લઇ આવવાની છૂટ આપવામાં આવી હતી. ગોધરામાં 3000 કરતાં વધારે મુસ્લિમો ઉપસ્થિત રહેવાના હોવાથી નમાજ માટે ખાસ ઇબાદતખાનું બનાવવામાં આવ્યું છે.

પંચમહાલના ભાજપ લધુમતિ મોરચાના પ્રમુખ રમઝાની જુજારાએ કહ્યું હતું કે 2002ના કોમી તોફાનોમાં ગોધરા મુખ્ય કેન્દ્ર હતું પરંતું હવે કોમી એખલાસ જોવા મળી રહ્યો છે. ભાજપની સરકારમાં મુસ્લિમો વધારે સુખી છે તેવા રિપોર્ટ જાહેર થયેલા છે. ગોધરાકાંડના પિડિતોને સરકારે બનતી તમામ મદદ પણ કરી છે.

ગુગલ ઇમેજમાં ગોધરા લખવામાં આવે તો ટ્રેનકાંડ, પિડિતો અને કોમી તોફાનોની તસવીરો ખૂલે છે. ગોધરાની ઇમેજ તોફાનગ્રસ્ત છબીમાં અંકિત થયેલી નજરે પડે છે. ગોધરાની ખૂબસૂરતી દેખાતી નથી. દેશભરમાં બદનામ ગોધરાની મોદીના સદભાવના ઉપવાસ પછી તસવીર બદલાય તેવા સંજોગો છે.