મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: કિશ્તવાડ. , શનિવાર, 22 નવેમ્બર 2014 (13:20 IST)

કાશ્મીરની શક્તિથી દેશ ચમકી શકે છે - કાશ્મીરમાં મોદીની ગર્જના

પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદી કિશ્તવાડમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા છે. પોતાના સંબોધન દરમિયાન મોદીએ કહ્યુ કે તેમને કાશ્મીર સાથે ઘણી લાગણી છે. તેમણે કહ્યુ કે તેઓ અહી વિકાસ પર ચર્ચા કરવા આવ્યા છે. મોદીએ લોકોનો ઉત્સાહ વધારતા કહ્યુ કે વીજળી ઉત્પન્ન કરવાની એકલા જમ્મી કાશ્મીરમાં જ એટલી શક્તિ છે જેનાથી આખો દેશ ઝગમગી ઉઠશે. 
 
કિશ્તવાડમાં રેલી સ્થળ પર પહોંચાતા જ પ્રધાનમંત્રી મોદીનુ જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. રેલીને સંબોધિત કરવા દરમિયાન પ્રધાનમંત્રીએ મંચ પર હાજર બધા નેતાઓ ને રાજ્યની જનતાનો આભાર માન્યો. પ્રધાનમંત્રીએ કહ્યુ કે અહી વિકાસની વાત કરવા આવ્યો છુ. મને  કાશ્મીર પ્રત્યે આટલો  પ્રેમ છે એ જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થાય છે. તેમણે જમ્મુ કાશ્મીરના વિકાસની વાત કરતા કહ્યુ કે અહીના લોકો ઘણા ઈમાનદાર ક હ્હે. અહીના નવયુવાનોને રોજગાર જોઈએ. 
 
રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ નેશનલ કોંફ્રેંસ પર પણ નિશાન તાક્યુ. તેમણે લોકોએન પુછ્યુ કે શુ આ પ્રદેશને ફક્ત એક જ પરિવાર ચલાવશે. શુ તમે આ રાજ્યને નથી ચલાવવા માંગતા. મોદીએ કહ્યુ કે પ્રધાનમંત્રી બન્યા પછી હુ દર મહિને અહી આવ્યો છુ. તેમણે કહ્યુ કે હુ તમારા દુખ-દર્દને વહેંચવા આવ્યો છુ. હવે પછતાવો કરવાનો વારો નહી આવે.  
 
આ રેલીમાં રમ માઘવ સહિત અનેક ભાજપાના મોટા નેતા મંચ પર હાજર છે. આ ઉપરાંત મોદી 28 નવેમ્બરના રોજ ઉઘમપુર અને પુંછ જીલ્લામાં પાર્ટી ઉમેદવારોની સફળતા માટે રેલીઓ કરવા પણ આવશે. હાલ પ્રધાનમંત્રીના એકદિવસીય પ્રવાસને લઈને રાજ્યમાં સુરક્ષાનો ચુસ્ત બંધોબસ્ત કરવામાં આવ્યો છે.