ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (12:00 IST)

પીએમના લાંબા આયુષ્ય માટે લીમખેડામાં 67 કલાક માટે મહામૃત્યુંજય મંત્રના જાપ

પીએમ મોદી જ્યારે પોતાના જન્મદિનને લઈને ગુજરાતમાં આવ્યાં છે ત્યારે અનેરી પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો છે જેમાં ખાસ કરીને ગોધરા અને દાહોદ હાઈવે ઉપર ,બરાબર અધવચ્ચે આવેલા ,લિમખેડામાં ,67 કલાક માટે ,મહામૃત્યુંજય મંત્રના ,અખંડ જાપ યોજાયા છે, જેનો હેતુ ,પ્રધાનમંત્રી મોદીના દીર્ધાયુષ્ય માટે ,પ્રાર્થના કરવાનો છે. દાહોદના સાંસદ ,અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી ,જશવંતસિંહ ભાભોર દ્વારા ,આ આયોજન ,લિમખેડામાં, હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ,કરાયું છે. મંત્રોચ્ચાર માટે ,રાજસ્થાનના બાંસવાડાથી ,પાંચ વિદ્વાન પંડિતને, લિમખેડા બોલાવાયા છે. લિમખેડામાં, મૌની બાબા આશ્રમના સ્વયંભૂ હનુમાન મંદિરે, 67 કલાક માટે, હનુમાન ચાલીસાના અખંડ પાઠનું આયોજન થયું છે.