સંબંધિત સમાચાર
- રાઘવ ચઢ્ઢા ઉપરાંત, ભાજપમાં જોડાનારા છ AAP સાંસદો બધા જ અગ્રણી નામો છે.
- ગુજરાત AAP ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ધરપકડ, કાર્યકર્તાના અરેસ્ટના વિરોધમાં પહોચ્યા હતા પોલીસ સ્ટેશન
- ગુજરાતમાં સત્તા પરિવર્તન કરી બીજેપીને ભગાડશે આમ આદમી પાર્ટી, અરવિદ કેજરીવાલે કાર્યકર્તાઓમાં ભર્યો જોશ
- જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી
- ગુજરાતની ધરતી પર બોઝ બની ગઈ છે બીજેપી.. ખેડૂત મહાપંચાયતમાં પંજાબ CM ભગવંત સાથે ગરજ્યા કેજરીવાલ
AAP Splits News - રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોના કેસરીયા, કેજરીવાલના 'મિશન ગુજરાત' નું હવે શું થશે ?
AAP Splits News: દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સામે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર ઉભો થયો છે. પંજાબના 6 અને દિલ્હીના 1 મળીને કુલ 7 રાજ્યસભા સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાંસદોએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને મળીને ભાજપમાં વિલીનીકરણ માટેનો પત્ર સોંપ્યો છે. આ ઘટનાએ રાષ્ટ્રીય સ્તરે AAPના અસ્તિત્વ સામે સવાલો ઉભા કરી દીધા છે.
ગુજરાતમાં પકડ મજબૂત કરવાના પ્રયાસોને મોટો ફટકો
આ ઝટકો એવા સમયે આવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફરીથી પોતાનો પગ જમાવવા માટે મહેનત કરી રહી હતી. મનીષ સિસોદિયા જ્યારે સૌરાષ્ટ્રમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે જ આ સમાચાર સામે આવ્યા. ખાસ કરીને સંદીપ પાઠક જેવા રણનીતિકારનું પાર્ટી છોડવું એ ચિંતાનો વિષય છે, કારણ કે તેમણે પંજાબની જીત અને ગુજરાતના સંગઠન નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે પાર્ટી માટે ગુજરાતમાં ભાજપને પડકારવો વધુ મુશ્કેલ બનશે.
'મિશન ગુજરાત' અને 2027ની સેમિફાઇનલ પર સંકટ
AAPએ અગાઉ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 5 બેઠકો અને નોંધપાત્ર વોટ શેર મેળવીને પોતાની તાકાત બતાવી હતી. હાલમાં પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને 2027ની વિધાનસભાની 'સેમિફાઇનલ' માનીને તૈયારી કરી રહી હતી. પરંતુ પંજાબના આંતરિક વિખવાદને કારણે કેજરીવાલ હવે પંજાબમાં સરકાર બચાવશે કે ગુજરાતમાં ચૂંટણી લડશે તે મોટો પ્રશ્ન છે.
કેજરીવાલના નવા ઘરની ખુશી ગણતરીના કલાકોમાં ગમમાં ફેરવાઈ
શુક્રવારનો દિવસ અરવિંદ કેજરીવાલ માટે ઉતાર-ચઢાવવાળો રહ્યો. સવારે તેમણે સોશિયલ મીડિયા પર નવા સરકારી ઘરમાં રહેવા જવાની ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ બપોરે 12:15 વાગ્યે કરેલી આ પોસ્ટના માત્ર ત્રણ કલાકમાં જ પાર્ટી તૂટવાના સમાચાર આવી ગયા. કેજરીવાલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપે ફરી એકવાર પંજાબની જનતા સાથે દગો કર્યો છે. આ પરિસ્થિતિમાં હવે AAPની આગામી રણનીતિ શું હશે તેના પર સૌની નજર છે.
