બુધવાર, 11 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :પુણે: , બુધવાર, 28 જાન્યુઆરી 2026 (13:05 IST)

મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ અજીત પવાર સાથે પ્લેનમાં બીજુ કોણ-કોણ હતુ ? અહી જુઓ આખુ લિસ્ટ

Ajith Pawar
મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલા પાઇલટ સહિત બે પાઇલટનો પણ સમાવેશ થાય છે. આ દુ:ખદ અકસ્માતમાં અજિત પવારના બે અંગત સહાયકોનું પણ મોત થયું હતું. અજિત પવારનું વિમાન આજે સવારે લગભગ 8:10 વાગ્યે ઉડાન ભરી ગયું હતું પરંતુ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. અકસ્માત દરમિયાન વિમાનમાં આગ લાગી હતી, જેમાં અંદર રહેલા બધાના મોત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે વિમાન બારામતી એરપોર્ટ પર સાંકડી હવાઈ પટ્ટી પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

અહી જુઓ મૃતકોનુ આખુ લિસ્ટ


નામ પદ
અજિત પવાર ડિપ્ટી સીએમ
કેપ્ટન સૂમિત કપૂર પાયલટ-ઈન-કમાંડ
કેપ્ટન શાંભવી પાઠક સહ-પાયલોટ
વિદિપ જાધવ પીએ
પિંકી માલી પીએ
 
 

ક્યા જઈ રહ્યા હતા અજીત પવાર 
 

મળતી માહિતી મુજબ ડિપ્ટી સીએમ અજીત આગામી જીલ્લા પરિષદ ચૂંટણીની તૈયારીઓની માહિતી મેળવવા માટે પુણેના બારામતી જઈ રહ્યા હતા. 5 ફેબ્રુઆરીના રોજ પુણે જીલ્લામાં થનારી ચૂંટણીના પ્રક્રિયામાં તેમનો આ બારામતી પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો હતો. હાલ સરકાર આ વાતની તપાસ કરી રહી છે કે આ દુર્ઘટના કોઈ ટેકનીકલ ખામી ને કારણે થઈ કે પછી ક્રેશ લૈંડિંગ દરમિયાન પાયલોટ સંતુલન ગુમાવી બેસ્યો.
 

પ્રત્યક્ષદર્શીઓએ શુ બતાવ્યુ 

 
પ્રત્યક્ષદર્શીઓનુ કહેવુ છે કે તેમને હવામાં જોરદાર વિસ્ફોટ સાંભળ્યો. પછી વિમાન પડ્યુ, થોડીવારમાં જ તેમા આગ ભડકી. બીજા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "મેં મારી પોતાની આંખોથી આ બધું જોયું. તે ભયાનક હતુ. જ્યારે વિમાન નીચે ઉતરી રહ્યું હતું, ત્યારે એવું લાગતું હતું કે તે ક્રેશ થશે, અને તે થયું. અમને લાગે છે કે તે ક્રેશ થયું છે."