શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (12:32 IST)

World Alzheimer's Day: અલ્ઝાઇમરનાં લક્ષણો અને કારણો

World Alzheimer day
World Alzheimer day- અલ્ઝાઈમર રોગ એક પ્રગતિશીલ ન્યુરોલોજીકલ રોગ છે, જે સમય જતાં, મગજની યોગ્ય રીતે કાર્ય કરવાની અક્ષમતામાં પરિણમે છે અલ્ઝાઈમરનો રોગ મેમરી, સંદેશાવ્યવહાર, ચુકાદો , વ્યક્તિત્વ અને સમગ્ર જ્ઞાનાત્મક કામગીરીમાં બદલાવ લાવે છે. 
 
21 સપ્ટેમ્બરનો દિવસ વર્લ્ડ અલ્ઝાઈમર ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. જોકે આજે પણ આ રોગ વિશે જાગૃતતાનો અભાવ જોવા મળે છે. વિશ્વભરના લાખો લોકો આ રોગથી પીડાય રહ્યાં છે. ઉંમર થાય એટલે આમ પણ યાદશક્તિ નબળી થઈ જ જાય એવું લોકો માને છે, પરંતુ એટલી હદે યાદશક્તિ નબળી પડે કે માણસ પોતાના પરિવારજનોને કે પોતાને પણ ભૂલી જાય એવા એ રોગને અલ્ઝાઇમર્સ કહે છે. 60 વર્ષથી ઉપરના લોકોમાં 50થી 75 ટકા લોકો આ રોગથી પીડાય છે. મોટા ભાગે વૃદ્ધાવસ્થામાં જોવા મળતો આ રોગ નિષ્ણાતના મત મુજબ ક્યારેક 30 વર્ષ જેવી નાની ઉંમરે પણ જોવા મળે છે. 
 
અલ્ઝાઇમરનાં લક્ષણો 
 
- અલ્ઝાઈમરનાં લક્ષણોમાં મેમરી, સંચાર, સમજણ અને ચુકાદામાં સમસ્યા છે. વ્યક્તિત્વમાં પરિવર્તન તેમજ વિકાસ થવાનું શરૂ થઈ શકે છે. જેમ જેમ રોગ પ્રગતિ કરે છે, તેમ માનસિક, સામાજિક અને શારીરિક કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો ચાલુ રહે છે.
- હમણાં જ બનેલી ઘટનાઓ ભુલાઈ જાય અથવા તો ઘટનાની અમુક એવી વસ્તુઓ જે સામાન્ય રીતે ભૂલી જ ન શકાય છતાં પણ ભૂલી જવી. 
-  સરળ કામ કરવામાં પણ તકલીફ પડે. જે વસ્તુઓ તમે વર્ષોથી કરતા આવ્યા છો એ વસ્તુઓ અચાનક ન થઈ શકે અથવા કેવી રીતે થાય એ સમજી ન શકાય.
-કોઈ પણ વસ્તુમાં નિર્ણય ન લઈ શકે અને બરાબર ધ્યાન ન આપી શકે. 
 -કોઈ જગ્યાએ જ્યાં ખૂબ રેગ્યુલર આવવા-જવાનું થતું હોય છતાં રસ્તો ભુલાઈ જાય. ઘણી વખત પોતાના ઘરે પાછો જવાનો રસ્તો પણ ભુલાઈ જાય. સમયનું ખાસ ધ્યાન ન રહે. 
.
અલ્ઝાઇમર્સ એક એવો રોગ છે જેનો સંપૂર્ણ ઇલાજ શક્ય નથી. તેની દવાઓથી દર્દીને રાહત મળી શકે છે અને તેને કંટ્રોલમાં રાખી શકાય છે. દવાઓથી આ રોગને આગળ વધતો પણ અટકાવી શકાતો નથી અને એને મૂળથી હટાવી શકાતો જ નથી. તેને ફક્ત મેડિસિન અને મેનેજમેન્ટ સ્ટ્રેટજી દ્વારા જ કંટ્રોલ કરી શકાય છે.