નખત્રાણામાં મિત્રની કરપીણ હત્યા- પરિણીતા સાથે આડા સબંધે મિત્રએ પોતાની મિત્રની કરપીણ હત્યા
Brutal murder of a friend in Nakhtrana - નખત્રાણા તાલુકાના મુરૂમાં 19 વર્ષના છોકરાની હત્યાના બનાવને લઈને ચકચાર મચી છે. જેમાં આરોપીએ ધારિયાથી યુવાનનું માથું, હાથ અને પગ કાપી બોરવેલમાં નાખી દીધા હતા. જ્યારે ધડ જમીનમાં દાટી દીધું હતું. મૃતકની ગુમ થયાની નોંધના આધારે શકમંદની પૂછપરછ બાદ આ ઘટસ્ફોટ થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવકની હત્યા તેના એક મિત્ર દ્વારા કરવામાં આવી હતી જે કથિત રીતે એક છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ હત્યા પછી લાશને ઘણી જગ્યાએ ફેંકી દીધી હતી.
આ મૃતક યુવક છ દિવસ અગાઉ ગુમ થયો હતો. શકમંદ આરોપીને કિશોર મહેશ્વરીની પૂછપરછ કરતા ગુન્હો કબૂલ્યો હતો. જેણે સહ આરોપી સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં ધારિયાથી માથું અને હાથ કાપી બોરવેલમાં નાખી દીધા હતા.
કચ્છના નખત્રાણા તાલુકાના મુરુ ગામમાં 6 દિવસ પહેલા ગુમ થયેલા 19 વર્ષીય રમેશ મહેશ્વરીની ક્રૂર હત્યા અંગે એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. આ હત્યા તેના નજીકના મિત્ર કિશોર મહેશ્વરીએ કરી હતી. તેનું કારણ એક છોકરી સાથેના ગેરકાયદેસર સંબંધ અને પરસ્પર ઝઘડો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કિશોરે તેના સગીર મિત્રની મદદથી રમેશને ખાવાના બહાને તેના ખેતરમાં બોલાવ્યો હતો. ત્યાં તેની પ્રેમિકા અંગે પહેલાથી જ ચાલી રહેલા વિવાદને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સે ભરાયેલા કિશોર અને તેના સગીર મિત્રએ રમેશ પર કુહાડી અને છરી વડે હુમલો કર્યો હતો. રમેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક પશ્ચિમ વિકાસ સુંડાના જણાવ્યા અનુસાર, રમેશને એક મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ હતો, અને તેના મિત્ર કિશોરને આ વાતની જાણ થઈ ગઈ. કિશોરે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને તે જ મહિલા સાથે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. તેણે મહિલા પર દબાણ કર્યું. મહિલાએ રમેશને કહ્યું કે તેનો મિત્ર કિશોર તેને બ્લેકમેલ કરી રહ્યો છે અને સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો છે. આનાથી ગુસ્સે થઈને રમેશ અને કિશોર વચ્ચે ભયંકર ઝઘડો થયો, ત્યારબાદ કિશોરે રમેશની ક્રૂરતાથી હત્યા કરી દીધી.