Hyderabad Student Suicide Case: શાળામાં યૂનિફોર્મની મજાક ઉડાવતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ID કાર્ડની દોરીથી બનાવ્યો ફાંસીનો ફંદો
Hyderabad News: હૈદરાબાદના ચંદા નગરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચોથા ધોરણમાં ભણતા 9 વર્ષના પ્રશાંતે તેના સહપાઠીઓ(Classmates) દ્વારા હેરાનગતિનો (Bullying) ભોગ બન્યા બાદ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં ગુંડાગીરીના વધતા વ્યાપ અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
યૂનિફોર્મ ઠીક ન પહેરવા પર બુલિંગ
તપાસમાં જાણવા મળ્યું કે પ્રશાંત શાળામાં તેના મિત્રો દ્વારા કરવામા આવતા વ્યવ્હારથી ખૂબ જ દુઃખી હતો. તેને ઘણીવાર શાળાનો યુનિફોર્મ યોગ્ય રીતે ન પહેરવા બદલ ચીડવવામાં આવતો હતો.
ઘરે પહોચીને ID કાર્ડથી બનાવ્યો ફંદો
મંગળવારે સાંજે જ્યારે પ્રશાંત સ્કૂલેથી પાછો ફર્યો, ત્યારે તેણે કપડાં પણ બદલ્યા નહી કે ખભા પર લટકાવેલી બેગ પણ કાઢી નહી અને સીધો વોશરૂમમાં ગયો અને સ્કૂલના આઈડી કાર્ડના ડોરનો ઉપયોગ કરીને ફાંસી લગાવી લીધી. જ્યારે તે લાંબા સમય સુધી બહાર ન આવ્યો, ત્યારે દરવાજો તોડવામાં આવ્યો અને પ્રશાંત લટકતો જોવા મળ્યો. હોસ્પિટલમાં લઈ જવામાં આવતા, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, બાળકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેના લઈ જવામાં આવ્યો.
'ગુંડાગીરી વિરોધી' કાયદો શું છે?
પોલીસ અને શિક્ષણ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે શાળાઓમાં ગુંડાગીરી સામે કડક કાનૂની જોગવાઈઓ અસ્તિત્વમાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, "ગુંડાગીરી માટે દોષિત ઠરેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી શકાય છે અથવા ફરજિયાતપણે અન્ય સંસ્થામાં ટ્રાન્સફર કરી શકાય છે. વધુમાં, દોષિત ઠરેલા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત મનોવૈજ્ઞાનિક પરામર્શ અને ઉંમરના આધારે કાનૂની દંડની જોગવાઈ પણ છે."
ચંદા નગર પોલીસ હવે ગુંડાગીરીના ગુનેગારોને ઓળખવા માટે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદનો નોંધી રહી છે.
2022 માં પણ આવો જ એક કિસ્સો બન્યો હતો
હૈદરાબાદમાં આ પ્રકારની દુર્ઘટના પહેલી નથી. 2022 માં, હોમવર્કના દબાણને કારણે એક બાળકે પોતાનો જીવ લીધો હતો. બાળ અધિકાર કાર્યકરોએ હવે શાળાઓમાં મજબૂત માનસિક સ્વાસ્થ્ય સહાય પ્રણાલીઓની માંગણીને વધુ તીવ્ર બનાવી છે.