ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2023 (13:32 IST)

MP Polls: ઉમેદવારો સાથે સ્ટાર પ્રચારકોનો ચૂંટણીઓમાં કેટલો છે પ્રભાવ ? 3 ડિસેમ્બરના ચૂંટણી પરિણામમાં એ પણ જોવા મળશે, તૈયાર થશે આગળની રણનીતિ

mp elction result
mp elction result
MP Election Result  મધ્યપ્રદેશ વિધાનસભાની 3 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીની મતગણતરી અંગે ઉમેદવારો જીત-હારનું ગણિત તો બનાવી રહ્યા છે જ, પરંતુ તમામ પક્ષોના સ્ટાર પ્રચારકો માટે પણ પરિણામો મહત્ત્વના બની રહેશે. તેમણે જે વિધાનસભા બેઠકો પર પ્રચાર કર્યો છે ત્યાં પક્ષના ઉમેદવારની જીત કે હાર તેમના માટે મહત્વની રહેશે. આનાથી ખબર પડશે કે મધ્યપ્રદેશમાં ક્યા પક્ષના રાજકારણીઓ વધુ અસરકારક છે.
 
લગભગ પાંચ મહિના પછી લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આમાં પાર્ટીઓ તેમના સ્ટાર પ્રચારકોનો ઉપયોગ વિધાનસભા ચૂંટણીમાં જનતા તરફથી મળેલા પ્રતિસાદના આધારે પણ કરી શકે છે. ઉમેદવારોને આશા છે કે તેઓને સ્ટાર પ્રચારકોની બેઠકોનો લાભ મળ્યો હશે.
 
ભાજપા નેતાઓએ કર્યો ધુંઆધાર પ્રચાર 
ભાજપા તરફથી એકમાત્ર નરેન્દ્ર મોદીએ પ્રદેશમાં 14 જનસભાઓ અને ઈન્દોરમાં રોડ શો કર્યો. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ ધુંઆધાર પ્રચાર કયો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે સહિત અનેક મોટા નેતાઓની સભા થઈ. 
 
બસપા અધ્યક્ષ માયાવતીએ 10 અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે નવ-નવ સભાઓ કરી છે. સ્ટાર પ્રચારકોએ એક વિધાનસભા સીટ જ નહી પરંતુ આસપાસની અન્ય સીટો અને વિસ્તારોને આવરી લેવાનો પ્રયાસ કર્યો.
 
ક્ષેત્રીય સમીકરણોને જોતા થઈ સભાઓ 
ભાજપએ કાર્યયોજ ના મુજબ સ્ટાર પ્રચારકોની જનસભાઓ કરાવી. કેન્દ્રીય નેતૃત્વએ જુદા જુદા સ્થાન પર જનસભાઓ અને રોડ શો કરીને જનમત પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને 12 કેન્દ્રીય મંત્રીઓની સભાઓ અને રોડ શો થયા. ક્ષેત્રીય અને જાતિગત સમીકરણોને જોતા સભાઓ આયોજીત કરવામાં આવી. દાખલા તરીકે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સભા છિંદવાડાના સૌંસરમાં કરાવવામાં આવી. સૌસરથી મહારાષ્ટ્રની સીમાનુ અંતર લગભગ 60 કિમી છે. 
 
પીએમ મોદીની મોટાભાગની સભાઓ એ જીલ્લામાં થઈ જ્યા વર્ષ 2018માં ભાજપાનુ પ્રદર્શન નબળુ હતુ. બીજી બાજુ રાહુલ ગાંધી દ્વારા આદિવાસી અને ઓબીસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું, તો બીજી બાજુ  મલ્લિકાર્જુન ખડગેની બેઠકો એસસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારો પર કેન્દ્રિત હતી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ આદિવાસી વિસ્તારો પર વધુ ધ્યાન આપ્યુ. પ્રિયંકાની સભાઓ અને રોડ શો પછી જનતાએ પોતાનો નિર્ણય પણ આપી દીધો છે. જે ત્રણ ડિસેમ્બરના રોજ સામે આવશે.