IND vs PAK: ભારત સામેની હાર બાદ શાહિદ આફ્રિદી લાલઘૂમ; પોતાના જ જમાઈ શાહિન અને બાબરને ટીમમાંથી બહાર કરવા કરી માંગ
ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલ મેચ પહેલા પાકિસ્તાનના અનેક પૂર્વ ખેલાડીઓ પોતાની ટીમની જીતને લઈને ખૂબ દમ ભરી રહ્યા હતા. જેમને ટીમ ઈંડિયાએ 61 રનોની જીત મેળવવા સાથે સંમ્પૂર રીતે ન
ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલા પહેલા પાકિસ્તાનના અનેક પૂર્વ ખેલાડીઓ પોતાની ટીમની જીતને લઈને મોટા દાવાઓ કરી રહ્યા હતા, જેને ટીમ ઈન્ડિયાએ 61 રનથી ભવ્ય જીત મેળવીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દીધા. ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં રમતા આ મેચને આસાનીથી એકતરફી રીતે 61 રને પોતાના નામે કરી લીધી.
બીજી તરફ, આ હાર બાદ પાકિસ્તાની ટીમની જેમ જ તેમના પૂર્વ ખેલાડીઓએ પણ ખૂબ જ ઝડપથી 'યુ-ટર્ન' લીધો છે. જે ખેલાડીઓ મેચ પહેલા પોતાના પ્લેયર્સના વખાણ કરી રહ્યા હતા, તેઓ હવે હાર બાદ અનેક ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાની વાતો કરી રહ્યા છે. આમાં પાકિસ્તાન ટીમના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીનું નામ પણ સામેલ છે, જે ભારતીય ટીમ સામે મળેલી હાર બાદ પોતાના જમાઈ શાહિન આફ્રિદીથી લઈને બાબર આઝમ અને શાદાબ ખાન - આ તમામને ટીમમાંથી બહાર ફેંકવાની વાત કરતા જોવા મળ્યા હતા.
મને નિર્ણય કરવાનો હોય તો હુ ત્રણેયને કરી દઉ બહાર
પાકિસ્તાની ટીમના પૂર્વ ખેલાડી શાહિદ અફરીદીએ પાકિસ્તાનના એક ટીવી શો માં બેસીને ટીમ ઈંડિયાના વિરુદ્ધ મળેલી હાર પછી ત્રણ ખેલાડીઓ પર હારનો ઠીકરો ફોડતા જોવા મળ્યા. તેમા તેમને પોતાના જમાઈ અને ઝડપી બોલર શાહીન આફરીદી ઉપરાંત બાબર આઝમ અને શાદાબ ખાનનુ નામ લીધુ. શાહિદ અફરીદીએ કહ્યુ કે જો મને નિર્ણય લેવાનો હોય તો હુ બાબર, શાહીન અને શાદાબ ત્રણેયને ટીમમાથી બહાર કરવા માંગીશ આ ત્રણેય સીનિયર ખેલાડી લાંબા સમયથી ટીમની સાથે છે. પણ રિઝલ્ટ એવુ નથી મળી રહ્યુ જેવુ મળવુ જોઈએ. તેથી હવે સમય આવી ગયો છે કે આપણે આ ત્રણેયને બહાર કરવાનો નિર્ણય લેવો જોઈએ જેથી નવા પ્લેયર્સને તક મળી જાય જેનાથી તેઓ ખુદને મોટી રમતો માટે તૈયાર પણ કરી શકે. ।
શાહીન, શાદાબ અને બાબત એકદમ ફેલ સાબિત થયા
ભારતીય ટીમ સામેની મેચમાં શાહીન આફ્રિદીનું પ્રદર્શન પ્રભાવશાળી હતું, કારણ કે તેણે ફક્ત બે ઓવર બોલિંગ કરી, 31 રન આપ્યા અને ફક્ત એક વિકેટ લીધી. શાદાબ ખાને ફક્ત એક ઓવર બોલિંગ કરી, 17 રન આપ્યા અને બેટથી ફક્ત 14 રન જ બનાવી શક્યો. વધુમાં, પાકિસ્તાની બેટિંગ લાઇન-અપના મુખ્ય સભ્ય બાબર આઝમ, જેમને આ મેચ માટે ઘણી અપેક્ષાઓ હતી, તે ફક્ત પાંચ રન જ બનાવી શક્યો.