સોમવાર, 9 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 31 જાન્યુઆરી 2026 (17:32 IST)

Maharashtra: સુનેત્રા પવાર બની મહારાષ્ટ્રની પહેલા મહિલા ઉપમુખ્યમંત્રી, શપથ લઈને રચ્યો ઈતિહાસ

sunetra pawar
sunetra pawar
મહારાષ્ટ્રના દિવંગત નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવારે શનિવારે મુંબઈના લોકભવન ખાતે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ લીધા પછી તેમણે ઇતિહાસ રચી દીધો છે. સુનેત્રા પવાર રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુનેત્રા પવારને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. સુનેત્રા પવારના શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત NCP અને ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા.