ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી આલેખ
Written By વેબ દુનિયા|

નવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર

P.R
માર્કંળ્ડેનમાં બ્રહ્માજીએ મનુષ્યની રક્ષા માટે પરમગોપનીય સાધન કલ્યાણકારી દેવી કવચ અને પરમ પવિત્ર ઉપાય સંપૂર્ણ પ્રાણીઓને બતાવ્યો, જે દેવીની નવ મૂર્તિઓ સ્વરૂપ છે. જેને નવદુર્ગા કહેવામાં આવે છે. એમની આરાધના અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદાથી મહાનવમી સુધી કરવામાં આવે છે.

શ્રી દુર્ગા સપ્તશતીના પાઠ મનોરથ સિદ્ધિ માટે કરવામાં આવે છે, કારણ કે સ્ર્હી દુર્ગા સપ્તશતી દૈત્યોના સંહારની શોર્ય ગાથાથી વધુ કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવેણી છે. આ શ્રી માર્કળ્ડેય પુરાણનો અંશ છે. આ દેવી મહાત્મય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરૂષાર્થોને પ્રદાન કરવામાં સક્ષમ છે. સપ્તશતીમાં કેટલાક એવા પણ સ્ત્રોત અને મ6ત્ર છે, જેની વિધિવત પારાયણથી ઈચ્છિત મનોકામનાની પૂર્તિ થાય છે.

* સર્વકલ્યાણ હેતુ :

सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके ।
शरण्येत्र्यंबके गौरी नारायणि नमोस्तुऽते

* અવરોધ મુક્તિ અને ધન પુત્રાદિ પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ ફળદાયી છે

सर्वाबाधा विनिर्मुक्तो धन धान्य सुतान्वितः।
मनुष्यों मत्प्रसादेन भव‍िष्यंति न संशय॥

* આરોગ્ય અને સૌભાગ્ય પ્રાપ્તિના ચમત્કારિક ફળ આપનારો આ મંત્ર ખુદ દેવી દુર્ગાએ દેવતાઓને આપ્યો છે

देहि सौभाग्यं आरोग्यं देहि में परमं सुखम्‌।
रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि

* વિપત્તિનો નાશ કરવા માટે

शरणागतर्द‍िनार्त परित्राण पारायणे।
सर्व स्यार्ति हरे देवि नारायणि नमोऽतुते॥

* એશ્વર્ય, સૌભાગ્ય, આરોગ્ય, સંપદા પ્રાપ્તિ અને શત્રુ ભય મુક્તિ માટે

ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः।
शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै॥

* વિધ્નનાશક મંત્ર

सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी।
एवमेव त्याया कार्य मस्माद्वैरि विनाशनम्‌॥

જાપ વિધિ : શુદ્ધ પવિત્ર આસન પર બેસીને રુદ્રાક્ષ કે તુલસી કે ચંદનની માળાથી મંત્રનો જાપ એક માળાથી પાંચ માળા સુધી પૂર્ણ કરી તમારી મનની ઈચ્છા કહો. પૂરી નવરાત્રિ જાપ કરવાથી મનવાંછિત ઈચ્છા પૂર્ણ જરૂર થાય છે. સમય ન હોય તો ફક્ત દસ વાર મંત્રનો જાપ રોજ કરવાથી પણ મા દુર્ગા પ્રસન્ન થાય છે.