ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (17:40 IST)

આ છે નવરાત્રના ખાસ ઉપાય , 1 થી પણ બની શકે છે બગડેલા કામ

જ્યોતિષશાસ્ત્ર મુજબ , નવરાત્રીમાં કરેલ બધા ઉપાય જલ્દી જ શુભ ફળ આપે છે. ધન , નૌકરી , સ્વાસ્થય સંતાન લગ્ન પ્રમોશન વગેરે મનોકામના આ 9 દિવસોમાં કરેલ ઉપાયથી પ્રાપ્ત થઈ શકે છે. જો તમે તમારા મનમાં કોઈ પણ મનોકામના છે તો આગળ વધો અને આ ઉપાયોથી એ પૂરી કરી શકો છો.
 
મનપસંદ વર માટે 
 
નવરાત્રીમાં કોઈ શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતી પર જળ અને દૂધ ચઢાવો.  ચંદન, ફૂલ, ધૂપ ,દીપ વગેરેથી એમની પૂજા કરો. હવે લાલ ડોરાથી એ બન્નેના વચ્ચે ગઠબંધન કરો. હવે ત્યાં જ  બેસીને લાલ ચંદનની માળાત હી આ મંત્રના જાપ 108 વાર કરો. 
 
હે ગૌરી શંકરાઅર્ધાંગી યથા ત્વં શંકર પ્રિયા 
તથા માં કુરૂ કલ્યાણી , કાંત કાંતાં સુદુર્લભામ 
 
આ ઉપાય 3 મહીના સુધી રોજ કરો. મંદિર ન જઈ શકો તો ઘરે જ આ મંત્રના જાપ કરો. 
 
જલ્દી લગ્ન માટે 
નવરાત્રીમાં શિવ પાર્વતીના એક ચિત્ર તમારા પૂજા સ્થળે મુકો અને રોજ પૂજા કર્યા પછી નીચે લખેલા મંત્રની 3, 5 કે 10 માળા જાપ કરો . 
 
જાપ પછી ભગવાન શિવને  લગ્નમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે પ્રાર્થના કરો. 
 
ૐ શં શંકરાય સકલ જન્માર્જિત પાપ વિઘ્નવંસનાય 
પુરૂષાર્થ ચતુષ્ટ લાભાય ચ પતિં મે દીહિ કુરો કુરુ સ્વાહા 
 
 
દાંપત્ય સુખ માટે 
 
 જો જીવનસાથી અણબન રહે છે તો નવરાત્રીમાં રોજ નીચે લખેલા મંત્રને વાંચતા 108 વાર અગ્નિમાં ઘીથી આહુતિ આપો. આથી આ મંત્ર સિદ્ધ થઈ જશે. 
 
હવે રોજ સવારે ઉઠીને પૂજાના સમયે આ મંત્રને 21 વાર વાંચો . જો  શક્ય હોય તો તમારા જીવનસાથીથી પણ આ મંત્ર જાપ કરવા માટે કહો. 
 
સબ નર કરહિં પરસ્પર પ્રીતિ 
ચલહિ સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ 
 
ધન લાભ માટે 
નવરાત્રીમાં કોઈ દિવસ સવારે સ્નાન કર્યા પછી 
ઉત્તર દિશા તરફ મુખ કરી બેસી જાઓ અને સામે તેલના 9 દીપક પ્રગટાવો. 
 
આ દીપક પૂજા સમાપ્ત થાય ત્યાં સુધી સળગતા રહે . દીપક સામે લાલ ચોખા( ચોખાને રંગ લો) 
ની એક ઢેરી બનાવી એના પર શ્રીયંત્ર રાખી એને કુમકુમ , ફૂલ, ધૂપ અને દીપથી પૂજન કરો. 
એક પ્લેટ પર સ્વાસ્તિક બનાવી એને સામે રાખી પૂજા કરો. 
 
શ્રીયંત્રને પૂજા સ્થળ પર રાખી લો અને શેષ સામગ્રીને નદીમાં બહાવી દો. આ ઉપાયથી તમને અચાનક ધન લાભ થવાના યોગ બની શકે છે. 
 
મનભાવન દુલ્હન માટે 
નવરાત્રીના સમયે સોમવાર આવે તો . એ દિવસે કોઈ શિવ મંદિરમાં જઈ. ત્યાં દૂધ , દહી ઘી મધ અને ખાંદ અને જળથી શિવલિંગને અભિષેક કરો. 
 
હવે ભગવાન શિવને ચંદન ફૂલ  , ધૂપ  , દીપ વગેરેથી પૂજા કરો . ફરી ઘરે આકો. રાત્રે 10 વાગ્યા પછી ઘરમાં ૐ નમ: શિવાય મંત્રના જાપ કરતા ઘીથી 108 આહુતિ આપો. 
 
હવે 40 દિવસ સુધી રોj આ મંત્રના 5 માલા જાપ કરો આથી શીઘ્ર જ તમારી મનોકામના પૂરી થવાના યોગ બનશે. 
 
ઈંટરવ્યૂમાં સફળતા માટે 
નવરાત્રીમાં કોઈ દિવસ જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરી સફેદ રંગના સૂતર આસન પાથરી પૂરવ દિશાની તરફ મુખ કરી બેસી જાઓ 
 
એમના સામે પીળા કાપડ પાથરી એના પર 108 દાણા વાળી સ્ફટિકની માળા રાખી દે અને એના પર કેસર અને ઈત્ર છાંટી પૂજા કરો. એના  પછી નીચે લખેલા મંત્ર 108 વાર બોલો . આ ઉપાય 11 દિવસ સુધી રોજ કરવાથી એ માલા સિદ્ધ થઈ જશે. જ્યારે પણ ઈંટરવ્યૂ દેવા જાઓ તો આ માલા પહેરી લો. આ ઉપાય કરવાથી ઈંટરવ્યૂમાં સફળતાની શકયતા વધી શકે છે. 
 
ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ સ્વાહા 
સમૃદ્ધિ માટે 
નવરાત્રીમાં કોઈ દિવસ જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરી આસન પર બેસી જાઓ . હવે સામે એક સફેદ કાપડ પાથરી એ ના પર મોતી શંખ રાખો અને એના પર કેસર સ્વાસ્તિકના ચિહ્ન બનાવો અને ની ચે લખેલા મંત્ર જાપ કરો. 
 
શ્રીં હ્રીં મહાલક્ષ્મયૈ નમ : 
 
મંત્રના જપ સ્ફટિક માલાથી જ કરો. મં ત્ર બોલતા સમયે કે એક ચોખા શંખમાં નાખો આ વાતના ધ્યાન રાખો કે ચોખ તૂટેલા ન હોય . આ ઉપાય સતત  9 દિવસ સુધી કરો. રોજ એક માલા કરો આ ચોખાને એ ક સફેદ રંગની થૈલીમાં ભરીને રાખો અને 9 દિવસ પછી ચોખા સાથે શંખને પણ થૈલીમાં રાખો આ ઉપાયથી ઘરની સમૃદ્ધિ વધી શકે છે. 
દુર્ગા માતાના અભિષેક કેરી કે શેરડીના રસથી કરાય તો માતા લક્ષ્મી અને સરસ્વતી એવા ભકતના ઘર મૂકીને ક્યારે નહી જતી. એટલે કે ઘરમાં ક્યારે પણ ધન અને જ્ઞાનની કમી નહી થાય. આવું દેવીપુરાણમાં લખ્યા છે. 
 
જો કપૂર   , કેસર કસ્તૂરી અને કમલના જળથી દેવી દુર્ગાના અભિષેક કરાય તો બધા પ્રકારના પાપોના નાશ થઈ જાય છે. આ રાતે દેવીને અભિશેક દૂધથી કરાય તો બધા રીતની સુખ સમૃદ્ધિના સ્વામી બને છે.