ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી આલેખ
Written By વેબ દુનિયા|

ગરબા રમો અને શરીરને ફિટ રાખો

P.R

ગરબો એ ગુજરાતના અતિપ્રાચીન લોકપ્રિય નૃત્યનો એક પ્રકાર છે. આવો એક નૃત્યપ્રકાર એટલે દાંડિયા રાસ, જેમા દોઢીયા, પંચીયા, અઠિયા, બારિયા, ભેટિયા, નમન, મંડલ વગેરેનો સમાવેશ થાય છે. ગરબો એ ગુજરાતની એક વિશિષ્ટ કાવ્યરિતિ છે. ગર્ભગૃહ પરથી ગરબો શબ્દ આવ્યાનું કેટલાક લોકો માને છે. મંદિરમાં ગર્ભગૃહ જેમ ભગવાન બિરાજે છે તેમ શરીરરૂપી માટીના ગરબામાં નવ દ્વાર અને રોમછિદ્રો અને પંદર પરમ ચેતનારૂપ બ્રહ્મજ્યોતિ ઝળહળી રહે છે. આ ઉપરાંત ગર્બા રમવાના ફાયદા એ છે કે નવ રાત સુધી કુદકા મારવામાં શરીરને કસરત મળે છે.

નવરાત્રિ આવે એટલે શહેરની દરેક નાની નાની ગલીઓથી લઈને મોટા પાર્ટીપ્લોટમાં ખૈલૈયાઓને મોકળું મેદાન મળે છે. નાચવા-કૂદવાનું ટ્રેડિશનલ કપડાંની સાથે ઘૂમનાર ખેલૈયા માટે આખી રાત પણ ઓછી પડે છે. એમા નાના ટાબરિયાઓ અને પચાસ વટાવી ચુકેલા અને પોતાના શોખને જીવીત રાખનારા નજરે પડે છે. હવે, આમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો ગરબાના શોખીન તો નવ રાત ગરબે ઘૂમવાના છે તેમા તેમના શરીરની કેલરઈ ચોક્ક્સ પણે બળશે જેનાથી વધારે વજનની ફરિયાદ કરનારા માટે તો નવ રાત એટલે ગરબે ઘૂમવાની મજા અને શરીરને ફીટ બનાવવાનો અવસર. આજન અસમયમાં મોટાભાગના લોકોની સમસ્યા વજન વધારે હોવાની, કેમ કે બહારને ખાણીપીણી અને કામની આળસને કારણે શરીર બેડોળ બની જાય છે. અને વ્યસ્ત જીવનશૈલીમાં કસરત કરવાનો સમય કાઢી શકાતો નથી. ત્યારે આ નવ રાત ખૂબ લાભદાયી નીવડે છે. તેવુ કહી શકાય. ઉપરાંત જે લોકો નવ દિવસના ઉપવાસ કરે છે તેમને ફાયદો થાય જ છે. નવરાત્રિ દરમિયાન રાતના ઉજાગરા અને ગરબે ઘૂમવાની કસરત. આવા સમયે ખાવા પીવાનું ધ્યાન ન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

શુ કહે છે ફિટનેસ એક્સપર્ટ - ફિટનેસ એક્સપર્ટ કહ છે કે ગરબે ઘૂમતા ખેલૈયાઓને પરસેવો વધુ થાય છે તેવી ફરિયાદ હોય છે. ગરબા રમતી વખતે સૌથી વધુ કેલરી બળે છે એવામાં ગરબા રમતા સહેજ પણ ચક્કર આવવા જેવુ લાગે, અંધારા આવતા હોય તેવુ લાગે કે તરત જ ઉભા રહી જાવ અને તમારા શરીરે એલાર્મ આપી દીધો છે કે તમે સિવિયર હોઈપો ગ્લેસેમિક છો. તેથી તરત જ ગરમ કોફી અને બિસ્કિટ ખાઈ લો. જેથી ચક્કર આવતા બંધ થઈ જશે અને એનર્જી જળવાય રહેશે.

ઘણી વખત એવુ થાય છે કે ગરબા રમવાનો ઉત્સાહ ખૂબ હોય છે પણ થાક ઘણો લાગે છે. તેથી ઘરેથી નીકળતા પહેલા લીબુંનું ખાંડ અને મીઠાવાળુ શરબત પીવુ જોઈએ અથવા ફ્રુટજ્યુસ પીવું જોઈએ. નવરાત્રિમાં ખાવા પીવામાં અને ઉંઘમાં અનિયમિતતા તમારું વજન ચોક્કસ ઘટાડી દે છે. પણ આહાર નિયમિત રાખવો શરીર માટે જરૂરી છે. જે પચવામાં સરળ હોય અને તેની અસર હેલ્થ પર ન થાય. આ ઉપરાંત ગરબા રમવાનો શોખ હોય તો પણ સાથે સાથે નોકરી પર જવાનું હોય એમણે ફિટનેસ પર ધ્યાન રાખી પુરતી ઉંઘ મળે તેનું ધ્યાન રાખવું જોઈએ ઉપવાસ કે એકટાણું કરતા હોય તેમણે બપોરને બદલે રાત્રે જમવું.