શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : સોમવાર, 12 ઑક્ટોબર 2015 (17:47 IST)

નવરાત્રી અને મંગળવારના યોગમાં કરો આ ઉપાય

મંગળવાર 13 ઓક્ટોબરેથી નવરાત્રી શરૂ થઈ રહી છે. નવરાત્રીમાં માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાળુઓ ઘણા રીતના ઉપાય કરે છે. આ ઉપાયોથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. મંગળવારે હનુમાનજી પણ ખાસ પૂજા કરાય છે. મંગળવારથી નવરાત્રીની શરૂઆત થતા આ દિવસોમાં દેવીમાં સાથે હનુમાનની પણ પૂજા કરી શકાય છે. અહીં જાણો આ યોગમાં કયા કયાં ઉપાય કરી શકાય છે. 
 
નવરાત્રીમાં પવિત્ર થઈને એમના સાથે 21 કેળા લઈને માતાના મંદિરમાં જાઓ અને  માં દુર્ગાને 21 કેળાના ભોગ લગાડો. ભોગ લગાડતા સમયે દેવી દુર્ગાના મંત્રોના જપ કરવું જોઈએ
 
મંત્ર 
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપૈણ સંસ્થિતા 
નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ
 
આ મંત્રના સરળ અર્થ છે માં તમે સર્વત્ર વિરાજમાન છો , શક્તિના રૂપ છો. તમને મારા વાર-વાર પ્રણામ છે. 

માતાની પૂજા કરો , ફૂલ અને પૂજાની બીજી સામગ્રી અર્પિત કરો . ભોગ લગાડ્યા પછી કેળા નાની-નાની કન્યાઓને વહેંચી આપો. 
દેવી મંત્ર 
 
ૐ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ।
 શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે 
 
આ મંત્રના જપ ઓછામાં ઓછા 108 વાર રોજ કરો. મંત્ર જેટલી વધારે સંખ્યામાં કરશો , એટલા જ અલ્દી આ મંત્ર સિદ્ધ થઈ શકે છે. જપ માટે સવારે સવારેના સમય શ્રેષ્ઠ રહે છે. બ્રહ્મમૂહૂર્તમાં ઉઠી અને સ્નાન વગેરે કર્મો પછી દેવીની પૂજા કરો. પૂજામાં આ મંત્રના જપ કરો. મંત્ર જપ પૂરી એકાગ્રતા અને યોગ્ય ઉચ્ચારણ સાથે કરવું જોઈએ. જપમાં રૂદ્રાક્ષની માલાના પ્રયોગ કરો. પૂજનમાં પવિત્રતાના ખાસ ધ્યાન રાખો. 
 
કોઈ નાની કન્યાને ધનના દાન કરો કે મિઠાઈ ખવડાવો. કન્યાને વસ્ત્ર અને શ્રૃંગારની વસ્તુઓ પણ દાન કરવી જોઈએ. આથી દેવી માં પ્રસન્ન થાય છે.