ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી આલેખ
Written By વેબ દુનિયા|

ભય, પ્રેત અને દોષનો નાશ કરે છે મા આનંદનો ગરબો

P.R

આનંદનો ગરબો મહા ચમત્કારી છે. અર્થાત કોઈ શત્રુનો ભય, પ્રેત, દોષ અથવા કોઈ અમંગળ વગેરે સમગ્ર દુઃખોનો ચમત્કારીક રીતે નાશ કરે છે. નાની બાલ્યા વયમાં જગદંમ્બાનો સાક્ષાત્કાર અને વાણી પ્રસાદ મેળવનાર ભકત વલ્લભ ને ધન્ય હો ધન્ય હો...

વિક્રમ સંવત 1696ના આસો સુદ આઠમને નવરાત્રિના દિવસે પુષ્યાંક યોગમાં બે પુત્રોનું જોડકું જન્મ્યું અને તેમાં એકનું નામ વલ્લભ, અને બીજાનું નામ ધોળા, રાખ્યું.

તેઓ પાંચ વર્ષના થયા ત્યારે નજીકમાં વસતા બ્રહ્મચારીજીને ત્યાં અભ્યાસ માટે સોપ્યા. ત્યાં તેઓ અભ્યાસમાં ચિત્તન રાખતાં બ્રહ્મચારીજીએ કંટાળી ને ફકત નિર્વાણ મંત્રનો ઉપદેશ આપી વિદાય કર્યા.

રજા મળતાં બંન્ને ભાઈઓ માત્ર ઓમ એ હ્રીમ કલીં એવા બીજ અક્ષરનો જાપ પાંચ માસ, પચ્ચીસ દિવસ સુધીના સતત તપશ્ચર્યાનાં ભાવથી જપ્યો. જે તપશ્ચર્યાનાં પ્રભાવથી એક ગેબી અવાજ વલ્લભ-ધોળા ના કાને આવી પડયો.

તેથી અવાજની દિશા તરફ જતાં સાક્ષાત ઈસ્વરીયનાં બાળા સ્વરૂપે દર્શન થતાં તેમના ચરણનું ધ્યાન ધરી રહયાં ત્યારે બાળા બહુચરાએ જણાવ્યું કે હે બાળકો હું પ્રસન્ન થઈ તમને દર્શન આપવા માટે પ્રગટ થઈ છું માટે તમારા નેત્રો ઉઘાડો અને મારા દર્શનથી આનંદને મેળવો. માતાજીની આજ્ઞા થતાં બન્ને ભાઈઓએ પ્રત્યક્ષ માતાજીના દર્શન કર્યા. માતાજીએ કહયું કે મારા દર્શન નકામા ન જાય તે માટે જે ઈચ્છા હોય તે માંગી લ્યો.

ભકત વલ્લભ-ધોળા એ એ કહયું કે આપના દર્શન સિવાય અમારે કશાય ની જરૂર નથી. એટલે પછી માંગવાનું શું રહયું.

હે માં ઈચ્છિત સિધ્ધિ માત્ર આપના દર્શનમાંજ રહેલી છે. તેથી અહો આનંદ રસબસમાંજ રહેવાય તો પછી બીજા જગતનાં નાશવંત પદાર્થ શું આનંદ આપવા સમર્થ છે.

ત્યારે માંએ પ્રસન્ન ચિત્તે વલ્લભ-ધોળાને આનંદનો ગરબો ગાવા આજ્ઞા કરી, કે તમારે જયારે મારા આનંદ સ્વરૂપ ની જ ઈચ્છા થાય તો તે આનંદ હંમેશ આ સમગ્ર જગતમાં ભકતો ને યાદ રહી શકે. એ માટે તમો આનંદ નો ગરબો ગાવ. જેમાં મારી આનંદ શકિત સદા રહેલી છે.

બાળકો વલ્લભ-ધોળા એ કહયું કે હે....માતાજી અમો અભણ છીએ. અમોને જરા પણ જ્ઞાન નથી. તો પછી કેવી રીતે આનંદ નો ગરબો ગાઈએ. ત્યારે માતાજીએ ભકતોને વાણી બળ આપી જણાવ્યું કે ભલે તમે ભણ્યા નથી. પરંતું હું તમારી જીભનાં અગ્ર ભાગે વાણી સ્વરૂપે બિરાજીત છું માટે વાણીનો પ્રવાહ વહન થાય તેને વહેવારમાં લાવી શરૂ કરો.

આથી તમો સાક્ષરને પણ મોહ પમાડો તેવી વાણીના પ્રકાશક થયા છો એમ માની લેજો.

ઉપર પ્રમાણે માતાજનું વરદાન મળવાથી તુરત જ વલ્લભ-ધોળા એ ચમત્કારીક આનંદનો ગરબો જગદંબા પ્રત્યક્ષ ગાવો શરૂ કર્યો.

આજ મને આનંદ વાધ્યો અતિ ઘણો

માં ગાવો ગરબો છંદ બહુચર માત તણો માં..

ઈત્યાદિ 118 છંદ સમ્રુધ્ધ સંકલિત ગરબો શ્રી વલ્લભ-ધોળા એ જગદંબા સમક્ષ વિક્રમ સંવત 1709માં ફાગણ સુદ-3 ને બુધવારના દિવસે માતાજીની પ્રેરણાથી પોતાની ફકત 13વર્ષની ઉંનરમાં જ રચ્યો.