ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી આલેખ
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 23 માર્ચ 2012 (16:47 IST)

યાત્રાધામ અંબાજી આજથી ભક્તિ રંગના રંગે રંગાઈ જશે

P.R
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી ચૈત્રી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો હોવાના કારણે મા અંબાનો ચાચર ચોક ભક્તિ રંગના રંગે રંગાઈ જશે. શક્તિની આરાધના કરવાનું આ મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રિ, આ પર્વના કારણે યાત્રિકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

અંબાજી ખાતે મા અંબાના ચાચર ચોકમાં અખંડ ઉભા પગે રહી સતત ૨૪ કલાક અખંડ જય અંબે જય અંબેની ધુન ગાતા શ્રી ચૈત્ર નવરાત્રિ અખંડ ધૂન મંડળના સભ્યો દ્વારા છેલ્લા ૭૨ વર્ષોથી ઉભા રહીને અંબાજી માતાની આરાધના કરવામાં આવે છે.

ચાચર ચોકમાં મંડળના પલીયડ, ઝુલાસણ, સઈજ તથા અમદાવાદ સહિત ૧૭૫ સભ્યો દ્વારા આ ધુન કરવામાં આવે છે. આ મહાપર્વમાં સતત ધુન કરવા છતાં કોઈપણ પ્રકારનો થાક કે અશક્તિ જોવા મળતી નથી. આ પર્વ શક્તિની આરાધના કરવાનું પર્વ હોઈ તેનું અનેકગણું મહત્વ છે.

આરોગ્ય માટે પણ ચૈત્ર મહિનો યોગ્ય હોઈ તેનું સવિશેષ મહત્વ છે. આ અખંડ ધુન દ્વારા મા અંબાને રીઝવવામાં આવશે. તારીખ 27મીને મંગળવારના રોજ છપ્પન ભોગનો અન્નકુટ માતાજીને ધરાવવામાં આવશે.