શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By વેબ દુનિયા|

નવરાત્રિ માટે સ્પેશ્યલ મેકઅપ

- સૌ પ્રથમ મેકઅપ કર્યાના 5 મિનિટ પહેલા ચહેરા પર બરફ ઘસી લેવો પછી મેકઅપ કરશો તો તે વધારે સમય સુધી ટકી રહેશે. જો બરફ લગાવવાનું ભુલી જાવ તો ફાઉંડેશન લગાવ્યા બાદ બરફનું પાણી ચહેરા પર સ્પ્રે કરી લેવું. આને ટીસ્યુ પેપર વડે સુકવી દેવું.

- મેકઅપ બેઝ લગાવ્યા પહેલા ચહેરા પર ઓઈલ કંટ્રોલ અવશ્ય લગાવવું. આનાથી પરસેવો થશે તો પણ તમારો ચહેરો શ્યામ નહિ દેખાય.

- ગરબે ઘુમતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે મેક અપ એવો કરવો કે પરસેવો થાય તો પણ તે બગડે નહિ અને તમારા સૌદર્યને ખરાબ ન કરે. બની શકે ત્યાર સુધી વોટરબેઝ મેકઅપ જ કરો.

- નવરાત્રિ પહેલા જ ફેશિયલ, બ્લીચિંગ, મેનીક્યોર, પેડિક્યોર વગેરે કરાવી લેવું નહિતર પાછળથી વધારે દોડધામને લીધે આમાંથી કંઈક તો બાકી રહી જાય છે.

- ચશ્મા અને લેંસ હોય તો તેને ટાળશો નહિ કેમ કે રાત્રિ દરમિયાન તેના વિના વધારે તકલીફ પડે છે.

 
N.D
- એક વાતનું ધ્યાન રાખો કે તમે રેડ લિપસ્ટીક લગાવો તો આંખોને વધારે હાઈલાઈટ ન કરશો. રાત્રીના સમયે મેટ લિપસ્ટીક સારી નથી લાગતી તેના કરતાં ગ્લોસી વધારે સારે લાગે છે.

- એક્સપર્ટને અનુસાર નવરાત્રિ દરમિયાન ત્રણ આઈશેડને મિક્સ કરીને લગાવવાનો ફોર્મ્યુલા છે. આમાં વપરાતા આઈશેડના કલર્સ પણ થોડાક હટકે છે- પિંક, પેલ અને મિંટી ગ્રીન આ સિવાય સોનેરી, સિલ્વર અને બ્રાઉન આઈશેડને પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે.

- છેલ્લે જ્યારે ગરબે રમીને ઘરે આવો ત્યારે ગમે તેટલા થાકેલા હોવ તો પણ ક્લીંઝીગ મિલ્ક વડે ચહેરાને સાફ કરવાનું ન ભુલશો. કેમકે આ સમય દરમિયાન પ્રદુષણ ખુબ જ હોય છે જેની સીધી અસર તમારી ત્વચા પર થઈ શકે છે.