શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By વેબ દુનિયા|

નવરાત્રિ દરમિયાન સ્વાસ્થ્યની કાળજી જરૂરી

- નવરાત્રિ દરમિયાન બહારના ખાવાનો મોહ રાખશો નહિ, નહિતર માંદા પડશો. તેની જગ્યાએ તમે જ્યુસ કે કોઈ હેલ્થ ડ્રિંક્સ લઈ શકો છો.

- જો ગરબે ઘુમતાં ઘુમતાં વધારે થાકી ગયાં હોય અને તમારા પગ ખુબ જ દુ:ખતાં હોય તો ગરમ પાણીની અંદર મીઠું નાંખીને પગને તેમાં બોળી રાખો. તેનાથી પગને રાહત મળશે.

- સ્વસ્થ્ય રહેવા માટે દિવસ દરમિયાન સારી એવી ઉંઘ લો. નહિતર રાત્રે તમે ફ્રેશ નહિ દેખાવ અને તમારો ફેસ થાકેલો લાગશે.

- ગરબા દરમિયાન એક્ઝર્શનથી શરીરમાં પાણીની ઉણપ વર્તાય છે તેથી વચ્ચે વચ્ચે લીંબુ પાણી, ગ્લુકોઝ, જ્યુસ કે છાશ જેવા લીક્વીડ લેતાં રહેવું. બને ત્યાર સુધી તળેલી વસ્તુઓ ખાવાથી બચવું.

- પોતાના પર્સમાં ગુલાબજળમાં પલાળેલા કોટન બોલ્સ રાખો. આ બોલ્સને ગુલાબજળમાં ડુબાળીને સવારે તેને ફ્રીઝમાં મુકી દો અને રાત્રે તેને કાઢીને એક ડબ્બીમાં મુકીને તમારી સાથે પર્સમાં રાખો. જ્યારે પણ તમારે ફેસ સાફ કરવો હોય તો આના વડે કરો તમે એકદમ ફ્રેશ અનુભવશો.