શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી ફેશન
Written By વેબ દુનિયા|

સુંદર હાથ માટે

N.D
સુંદર, કોમળ અને નાજુક હાથોની ઈચ્છા કોને નથી હોતી અને પછી હોય પણ કેમ નહિ કેમકે વાત કરતી વખતે લોકોનું ધ્યાન ચહેરા પછી પોતાના હાથ પર તરફ જાય છે.

તો આવો થોડીક દેખભાળ કરીએ પોતાના હાથને વધારે સુંદર બનાવવાની.

* સૌ પ્રથમ તો હાથોની સાફ સફાઈ પર ધ્યાન આપો. કોઈ પણ સોફ્ટ લોશન વડે હાથને સારી રીતે ક્લીન કરી લો. જો ક્યાંય ડાઘ દેખાતા હોય તો તેની પર લીંબુ ઘસો. ડાઘ દૂર કરવા માટે લીંબુ સૌથી સારો ઉપાય છે. હાથને ધોઈ લીધા બાદ તેની પર સારી પ્રકારનું મોઈશ્ચરાઈઝર કે ક્રીમ લગાડો.

* જો તમારે પાણીમાં વધારે સમય સુધી કામ કરવાનું હોય તો પ્લાસ્ટિકના મોજાનો ઉપયોગ કરો. આવી જ રીતે વાળમાં મહેંદી નાંખતી વખતે પણ મોજાનો જ ઉપયોગ કરો.

* બગીચામાં કામ કરતાં પહેલાં સાબુના ટુકડાને નખમાં ભરી લો અને મોજા પહેરવાનુ ન ભુલશો.

માલિશ અને વ્યાયામ :

* રાત્રે સુતી વખતે હાથ પર ક્રીમ વડે સારી રીતે માલિશ કરી લો અને હાથ માટે વ્યાયામ કરો. 6-7 વખત મુઠ્ઠીને જોરથી બંધ કરો અને ખોલો.

* હથેળીને સીધી ખેંચી રાખીને આંગળીઓને ખોલો, આ ક્રિયા પણ 6-7 વખત કરો.

* એક એક આંગળીને સીધી કરીને ધીરેથી રીતે દબાવો. ત્યાર બાદ હથેળીને કાંડાથી લટકાવી દો.

* તડકામાં બહાર જતી વખતે ચહેરાની સાથે સાથે હાથ પર પણ સનસ્ક્રીન લગાવવાનું ન ભુલશો.