શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ચિકન કોકો વિન

N.D
સામગ્રી - 1 કિલો ચિકન, સમારેલો લસણ 40 ગ્રામ, રેડ વાઈન 180 મિલી. કોર્ન ફ્લોર 100 ગ્રામ, માખણ 40 ગ્રામ, તેલ 40 ગ્રામ, ડેમીગેલસ 500 મિલી ગ્રામ, નાની ડુંગળી 16 નંગ, મશરૂમ 20 નંગ.

બનાવવાની રીત - પહેલા ચિકનને નાના ટુકડામાં કાપો, વાઈન અને સમારેલા લસણની સાથે મેરીનેટ કરીને થોડી વાર સુધી ફ્રીજમાં મુકી દો. પછી ચિકનને ફ્રાય કરતા પહેલા તેને કોર્ન ફ્લોરમાં રગદોળો.

નાની ડુંગળીઓ છોલટાં કાઢેલી અને મશરૂમને ગરમ પાણીમાં ઉકાળી જુદી મુકી દો. પેનમાં બટર નાખો અને ચિકનને બ્રાઉન થતા સુધી ફ્રાય કરીને જુદી મુકો. પછી પેનમાં બટર ગરમ કરો, તેમા ડેમીગેલસ નાખો અને ગરમ થયા પછી ચિકન નાખો પછી 10 મિનિટ બફાવા દો. હવે તેમા નાની ડુંગળી, મશરૂમ અને બેકનના ક્યુબ્સ મિક્સ કરીને 3-4 મિનિટ બફાવા દો. ચૌપ પાર્સલે ગાર્નિશ કરો અને બટર રાઈસની સાથે સર્વ કરો.