શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

જંબો પ્રૌંસ રેડ પેપર

ND
N.D
સામગ્રી : 12 જંબો પ્રૌંસ (માથુ કાપેલુ અને પુંછડી લાગેલી હોય), 1/2 ચમચી ખાંડેલુ લસણ, એક ચમચી લાલ મરચું, 1 નાની ચમચી સોયા સોસ, 1 નાની ચમચી ચીલી સોસ, 1 નાની ચમચી કોર્નફ્લોર, 1/2 ઈંડુ ફેટેલુ, ચપટી એમ.એસ.જી., ચપટી કાળા મરી, 1/2 ચમચી મીઠું, 1/2 પ્યાલી તેલ, એક મોટી ડુંગળી (ક્યુબસમાં કાપેલી), 2-3 લીલા મરચાં.

વિધી : પ્રૌંસને સાફ કરીને તેની પર કોર્ન ફ્લોર, ઈંડુ, ચપટી મીઠું, કાળા મરી, પીસેલા લાલ મરી તેમજ એમ.એસ.જી. નાંખીને મેરીનેટ કરો.

હવે તેલ ગરમ કરીને પ્રૌંસને સ્ટર ફ્રાઈ કરીને ચઢવી દો. એક મોટી ચમચી તેલ ગરમ કરીને ડુંગળી, લસણ અને લીલા મરચાં તળો. પ્રૌંસ નાંખો અને સોયા સોસ, ચીલી સોસ અને મીઠું નાંખો. સ્ટર ફ્રાઈ કરીને પીરસો.