મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ચિકન કેકી ટોરી

P.R
સામગ્રી : 800 ગ્રામ બોનલેસ ચિકન, 100 ગ્રામ ચોપ ડુંગળી, 50 ગ્રામ ચોપ લસણ, સ્લાઈસ મશરૂમ 100 ગ્રામ, 200 ગ્રામ ડ્રાઈ સેરી વાઈન, અરોમેટ પાવડર 50 ગ્રામ, મારીનાટા સૉસ 3 કપ, ઓલીવ ઓઈલ 50 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, 20 ગ્રામ તાજા પાર્સલે, ડ્રાયફ્રુટ્સ.

વિધિ: ચિકનને અડધા ઈંચના ટુકડામાં કાપીને સાફ કરીને મુકી દો. એક મોટા પેનમાં તેલ ગરમ કરીને લસણ અને ડુંગળીને લાલ થવા સુધી સાંતળો. હવે મશરૂમ નાંખીને બે મિનિટ સુધી થવા દો અને અલગ મુકી દો.

ફરીથી પેનમાં તેલ નાંખીને ગરમ કરો અને બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દો અને તેને ધીમી આંચ પર ચઢવો. હવે બધી સીજની અને મારીનાટા સોસ તેમજ ડ્રાયફ્રુટ્સ નાંખીને થોડુક પાણી રેડો અને ચઢવા દો. સોસ ગાઢો થઈ જાય એટલે બચેલી બધી જ સામગ્રી મિક્સ કરી દો. બાઉલમાં નાંખીને પાર્સલે નાંખો અને સર્વ કરો.