Last Modified: બેઈજીંગ , મંગળવાર, 5 ઑગસ્ટ 2008 (17:27 IST)
ઓલિંમ્પિક આંદોલનને સાથ સહકાર મળશે
આંતરરાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ જૈક રોગે જણાવ્યું હતું કે બેઈજીંગની રમત ઐતિહાસિક રહેશે અને ઓલિંમ્પિક રમતોમાં વિશ્વની વ્યાપકતા તેમજ સ્પષ્ટ રમતોને આગળ વધારવાના લક્ષ્યને મહત્વ અપાશે.
સેંટ્રલ બેઈજીંગના નેશનલ સેંટર ફોર પરફાર્મિંગ આર્ટસમાં આઈઓસીના 120મા સત્રના ઉદઘાટન સમારોહમાં રોગે જણાવ્યું કે હતું હવે આપણે ઐતિહાસિક રમતોની ખુબ જ નજીક છીએ.
તેમણે કહ્યું હતું કે ઓલિંમ્પિકના વિકાસ માટે બેઈજીંગ રમત એક મહત્વપુર્ણ આયોજન છે. તેના કરતાં પણ મહત્વની વાત તે છે કે ઓલિંમ્પિકની રમતો ચીનમાં થઈ રહી છે જ્યાં વિશ્વની આબાદી 20 ટકા લોકોની છે.
રોગેએ જણાવ્યું હતુ કે ઓલિંમ્પિકના આયોજનમાં ચીનની ભુમિકાએ વિશ્વના સૌથી વધારે આબાદીવાળા દેશ માટે બારી ખોલી દિધી છે. તેમણે કહ્યું કે બેઈજીંગ રમતોમાં રેકોર્ડની સંખ્યામાં જુદા જુદા દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. વધુમાં તેમણે કહ્યું હતું કે કુલ એથલિટમાં 45 ટકા મહિલાઓ છે. ડોપિંગ ટેસ્ટને વધારે કડક બનાવી દેવાયો છે અને અનિયમિત સટ્ટાની વિરુદ્ધ પણ પગલાં ભરાઈ રહ્યાં છે.
તેમણે છેલ્લે જણાવ્યું હતું કે ચીનની અંદર આ રમતને લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે.