Last Modified: બેઈજીંગ , મંગળવાર, 5 ઑગસ્ટ 2008 (17:27 IST)
થ્યાનમેન ચોક પર પત્રકારો પર પ્રતિબંધ
ઓલિંમ્પિક દરમિયાન શહેરના જાણીતા થ્યાનમેન ચોક પર લોકો સાથે વાતચીત કરવા માટે તેમજ તેમના ફોટા લેવા માટેની ઈચ્છા ધરાવતાં પત્રકારોએ હવે 24 કલાક પહેલાં આ માટે મંજુરી લેવી પડશે.
સ્થાનીક પ્રશાસનની વેબસાઈટ પર રજુ કરેલી સુચના અનુસાર પત્રકારોને સુરક્ષા કર્મચારીઓની સાથે જવું પડશે અને તેમનો પ્રવેશ દ્વાર પૂર્વ તરફથી રહેશે.
થ્યાનમેન ચોકથી મીડિયા કવરેજને લઈને ચીનના ઓલિમ્પિક અધિકારીઓ અને 2008 બેઈજીંગ ઓલિમ્પિકના પ્રસારણ અધિકાર ખરીદનાર ટીવી ચેનલની વચ્ચે ખેંચાખેંચી થઈ રહી છે.
જૂનની અંદર બેઈજીંગ ઓલિમ્પિક આયોજકોએ પોતાના આ પૂર્વ નિર્ણયને બદલી દિધો છે જેની અંદર ચોક પરથી સીધા પ્રસારણ પર રોક લગાવી દેવામાં આવી હતી.
બેઈજીંગમાં થ્યાનમેન ચોકને ખુબ જ સંવેદનશીલ માનવામાં આવે છે કેમકે અહીંયા 1989માં લોકતંત્રના સમર્થનમાં થયેલાં પ્રદર્શન દરમિયાન દમનાત્મક કાર્યવાહીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.