પ્રેમમાં પડેલી લોરેની કારકિર્દી દાવ પર
ફૂટબોલર જિનેદીન ઝિદાનની જેમ ફ્રાંસીસી લોકોની ચહીતી રહેનાર લોરે મનાઓને જો પ્રેમનુ ભૂત ન વળગ્યુ હોત તો તે અત્યારે બેઈજીંગ ઓલિમ્પિકમાં તરણ સ્પર્ધામાં 200 મીટર ફ્રીસ્ટાઈલમાં પદક હાંસલ કરવા પ્રબળ દાવેદાર બની રહેત. લોરે મહિલા વર્ગની 200 મીટરની ફ્રીસ્ટાઈલમાં વિશ્વ રેકોર્ડ બનાવવા છતાં આ વખતે ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહીં. જોકે તે 400 મીટર ફ્રીસ્ટાઈલ અને 200 મીટર બૈકસ્ટ્રોક ઉપરાંત ચાર ગુણા 100મી મેડલ રીલેમાં ભાગ લેશે.ફ્રાંસની આ સુંદર સ્વીમર 2004 એથેંસ ઓલિમ્પિકમાં 52 વર્ષમાં 400 મીટર ફ્રીસ્ટાઈલમાં સ્વર્ણ પદક મેળવનાર પ્રથમ મહિલા બની હતી. ફ્રાંસ તરફથી 1952માં હેલસિંકી ઓલિમ્પિકમાં 400 મીટર ફ્રીસ્ટાઈલમાં ત્રણ બોએટો પદક જ મેળવી શકી હતી. ત્યાર બાદ ફ્રાંસ તરફથી કોઈ પણ મહિલા કે પુરુષ સ્વર્ણપદક મેળવી શક્યું નથી. ત્યારથી તે દેશમાં સૌથી લોકપ્રિય બની ગઈ હતી. પરંતુ 2007માં મેલબર્નમાં યોજાયેલી ચેમ્પિયનશીપ દરમિયાન ઈટલીના પુરુષ તરવૈયા લુકા મૈરિન સાથે પ્રેમમાં પડ્યના સમાચાર બહાર આવ્યા હતાં, ત્યારથી તેના કેરિયર પર અસર પડવા લાગી. આ સ્પર્ધા પૂરી થયા બાદ લોરેએ 14 વર્ષની ઉમરથી ટ્રેનીંગ આપી તેને આ મુકામે પહોચાડી હતી તે કોચને મેરિન માટે છોડવાનો ફેસલો કર્યો હતો.