Last Modified: બેઈજીંગ , બુધવાર, 6 ઑગસ્ટ 2008 (15:42 IST)
બેઈજીંગમાં પતંગ ઉડાવવા પર મનાઈ
કબુતરોની સાથે રંગબેરંગી પતંગ દ્વારા આકાશની ઉંચાઈઓને આંબવાનો શોખ ધરાવનાર લોકો માટે આગામી થોડાક સપ્તાહ તકલીફજનક થઈ શકે છે. સરકારે સુરક્ષા કારણોનો અહેવાલ આપતાં આ બંને વસ્તુઓ પર રોક લગાવી દિધી છે.
સુરક્ષા અધિકારીઓનાં મુજબ ઓલિમ્પિક દરમિયાન વિમાનોની અવરજવર વધી જવાને લીધે કબુતરો અને પતંગોની ઉડાણો પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. ઘણી વખત કબુતર અને પતંગ વિમાનોના માર્ગમાં આવીને તેમની સુરક્ષા માટે ભય ઉભો કરી શકે છે પરંતુ આ નિર્ણયથી કબતુર પાળનાર અને પતંગ ઉડાવવાના શોખીન લોકો ખુશ નથી.
ઘણાં વર્ષોથી પતંગ બનાવી રહેલ 61 વર્ષના લિયૂ જુએલિન જણાવે છે કે જ્યા સુધી રસ્તાના કિનારે લાગેલ હાઈ ઈલેક્ટ્રીસીટી તારની નજીક રહીને પતંગ નહિ ઉડાળવામાં આવે ત્યાર સુધી કોઈ જ ભય નથી.