Last Modified: બેઈજીંગ , મંગળવાર, 5 ઑગસ્ટ 2008 (21:26 IST)
લાંબા કદના ખેલાડીઓ માટે વિશેષ મેડિકલ કીટ
બેઈજીંગ ઓલિમ્પિક રમતના આયોજકોએ દુનિયાના લાંબા કદના ખેલાડીયો માટે વિશેષ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ કરી છે. જે હવે પછી દર ચાર વર્ષે યોજાનાર ઓલિમ્પિકમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
બાસ્કેટબોલ અને બેસબોલના મેદાન વુકેસોંગ સ્ટેડિયમ પર હાલમાં 2.4મીટર લાંબા સ્ટ્રેચર, એક સ્પાઈન બોર્ડ અને લાંબા ક્લિનિકલ બેડની પણ સગવડ પૂરી પાડવામાં આવી છે.
નારંગી રંગના સ્ટ્રેચર પર ચીની ભાષામાં બેઈજીંગ ઓલિમ્પિક 2008 ફર્સ્ટ એડ સેંટર લખાયેલું છે. જેમાં લાંબા કદના બિમાર વ્યક્તિને લઈ જવા માટે છ બેલ્ટ લગાવવામાં આવ્યા છે, જે સામાન્ય સ્ટ્રેચર કરતા બે ગણી છે.