શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદ. , શુક્રવાર, 30 ઑક્ટોબર 2015 (16:13 IST)

હાર્દિકને આંદોલન માટે દિલ્હીથી 1 કરોડ રૂપિયા મળ્યા હતા

પાટીદાર અનામત આંદોલનના કંવીનર હાર્દિક પટેલને ભાજપાના અસંતુષ્ટ નેતાઓનુ સમર્થન મળ્યુ છે. એટલુ જ નહી આંદોલન માટે તેમને દિલ્હીથી એક કરોડ રૂપિયાની રકમ મળી. આ ઉપરાંત ગુજરાતના બિલ્ડરો અને સૂરત ડાયમંડ એસોસિએશને પણ લાખોનું ફંડ આપ્યુ. આ દાવો અપરાધ શાખાએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજુ રિપોર્ટમાં કર્યો છે. 
 
રિપોર્ટમાં કહેવાયુ છે કે પાટીદાર અનામત આંદોલનને સૂરત ડાયમંડ એસોસિએશન તરફથી ત્રણ લાખ જ્યારે કે ગુજરાતની બિલ્ડર લોબી તરફથી લાખો રૂપિયાનો ફાળો મળ્યો છે. પાટીદાર નેતાઓને દિલ્હીથી એક કરોડ રૂપિયા મળ્યા છે.  એ જ કારણ હતુ કે અનામત સમિતિનુ પ્રથમ કાર્યલાય દિલ્હીમાં જ ખોલવામાં આવ્યુ. 
 
અપરાધ શાખા મુજબ આંદોલન પાછળ ભાજપાના જ અસંતુષ્ટ નેતાઓનો હાથ છે. તેમા એક વરિષ્ઠ પટેલ નેતા અને એક પૂર્વ મંત્રી છે. લગભગ દસ અન્ય નેતા પણ હાર્દિક અને મિત્રોના સંપર્કમાં હતા. વિહિપ નેતા પ્રવીણ તોગડિયા, કોંગ્રેસ નેતા તેજશ્રી પટેલ સાથે હાર્દિકનો ફોટો પહેલા જ આવી ચુક્યો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે મુલાકાત પહેલા હાર્દિક અને તેમના મિત્રોનુ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મળવુ ઘણુ બધુ કહી જાય છે. 
 
કેશુભાઈની પાર્ટી જીપીપીથી ચૂંટણી જીતીને ભાજપામાં જોડાયેલ ધારાસભ્ય નલિન કોટડિયા ખુલેઆમ આંદોલનના સમર્થનમાં છે.  એટલુ જ નહી સૂરતમાં સભા કરીને પાટીદારોએ તે ભાજપાને વોટ ન આપવાની અપીલ કરી ચુક્યા છે. પોલીસે સૂરતમાં મંજુરી વગર સભા કરવા બદલ કોટડિયા અને હાર્દિકના વકીલ બીએમ માંગુકિયા પર કેસ પણ કર્યો છે. 
 
અપરાધ શાખાએ રિપોર્ટમાં કહ્યુ છે કે તે આંદોલન પાછળનો ઈરાદો જાણવા માંગે છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક અને તેમના મિત્રો પર રાજદ્રોહ અને રાજ્ય સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ છે.