શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : શુક્રવાર, 15 જુલાઈ 2016 (16:13 IST)

હાર્દિક ભગવા રંગે રંગાયો, હાર્દિકે ખભામાં કેસરિયો ખેસ નાખ્યો, શુ હાર્દિક ભાજપમાં જોડાશે ?

- હાર્દિક પ્રજાહિતની વાત કરે તો કોંગ્રેસ તેની સાથે છે - ભરત સિંહ 
- હાર્દિકની જેલ મુક્તિને લઈને આપ્યુ નિવેદન. 
- ગુલાલ ઉડાડીને પાટીદારોએ કરી ઉજવણી 
- કોંગ્રેસે 20 ટકા અનામતની માંગ કરી હતી - ભરત સિંહ 
- વરાછાના ધારાસભ્ય કુણાલ કાનાનીએ કર્યુ હાર્દિકનું સ્વાગત 
- રાજદ્રોહનો આરોપ લગાવીને યુવાઓનો અવાજ દબાવ્યો હતો, બહેનો સાથે પણ થયો હતો દુર્વ્યવ્હાર - ભરતસિંહ 
- હાર્દિક ભગવા રંગે રંગાયો, હાર્દિકે ખભામાં કેસરિયો ખેસ નાખ્યો  રાજકીય ક્ષેત્રે અનેક તર્ક વિતર્કો.. શુ હાર્દિક ભાજપમાં જોડાશે ?
- મિત્રતાને કારણે હાર્દિક પુસ્કરલાલને ઘરે રોકાશે 
- પ્રમુખ સ્વામીની તબિયત સુધારા પર... તબિયત લથડતા વેંટિલેટર પર મુકવામાં આવ્યા હતા. 
- કોંગ્રેસ અને AAP દ્વારા પણ હાર્દિકનું સ્વાગત કરાયુ 
-  હાર્દિકના રોડ શોમાં પર્સ ચોરનારાઓ થયા સક્રિય, 100થી વધુ લોકોના પર્સ ચોરાયા 
- રોડ શો માં ચોરીના બનાવો.. અનેક લોકોના પર્સ ચોરાયા. પોલીસે એકની અટકાયત કરી 
- નલિન કોટડિયાનો મોબાઈલ ચોરાયો. 
- એક લાખ જેટલા પાટીદારો હાર્દિકના સ્વાગત માટે ઉમટ્યા
- સુરત વરાછા વિસ્તારમાં કરવામાં આવી રહી છે હાર્દિકના સ્વાગતની તૈયારીઓ 
- સત્યમેવ જયતે, હુ હવે મેચ્યોર થઈ ગયો છુ, અમે ગાંધી ચીંધ્યા માર્ગ પર આગળ ધપીશુ, સરમુખ્યત્યાર સરકારને વધુ એક લપડાક
- હાર્દિક રાજસ્થાનના ઉદયપુરમાં 190 શ્રીનાથ નગર, માઉન્ટ વ્યુ સ્કુલ, એરપોર્ટ રોડ પર રહેશે. 
- હાર્દિક ધુજુની બાવડી ઉદયપુરમાં રહેશે. હાર્દિકને સાંજે 4.30 વાગ્યે કોર્ટમાં રજુ કરવાનો હતો. હવે કોર્ટમાં રજુ નહી કરાય

- હાર્દિકની ગાડી પર એક યુવકે કર્યો હુમલો 
- વકીલના કહેવા મુજબ હાર્દિકે ઉદેપુરમાં એરપોર્ટ પાસે એક ઘર ભાડેથી લીધુ છે. ત્યા રહેવાનો પ્લાન છે. 
- સુરત - હાર્દિક જેલમાંથી બહાર આવતા રોડ શો 
- જેલમાંથી છૂટતા જ હાર્દિક પટેલે પીએમ નોદી પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે 56 ઈંચની છાતી નહી અધિકાર જોઈએ. આ સાથે જ પટેલે કહ્યુ કે આખા દેશમા ફરીશ. 
- સૂરતમાં ધારા 144 લાગવવામાં આવી. 
- જેલમાંથી મુક્તિના 48 કલાક પછી હાર્દિક છ મહિના ગુજરાત બહાર વીતાવશે. તેઓ ક્યા રોકાશે તે હજુ સુધી નક્કી થયુ નથી.  
- જામીનની એક શરત છે કે હાર્દિક એવી કોઈ ગતિવિધિમાં સામેલ નહી થાય જેનાથી કાયદો વ્યવસ્થાની સમસ્યા ઉભી થાય અથવા શાંતિ ભંગ થાય 
- ન્યાયતંત્રનો હ્રદયપૂર્વક આભાર માનુ છુ 
- હાર્દિકની જેલમુક્તિથી ખુશ છુ. 
- હાર્દિકે જેલમાંથી બહાર આવતા જ પહેલા મોદી પર કર્યો પ્રહાર
- જેલમાંથી બહાર આવ્યા પછી હાર્દિકની પ્રતિક્રિયા - હુ બહાર આવીને ખૂબ ખુશ છુ. અનામત પહેલ પ્રેમથી માંગીશુ. પ્રેમથી નહી મળે તો આંદોલનથી માંગીશુ.  
- હાર્દિક જેલમાંથી બહાર આવ્યા પછી તેના ઘરે કેક કાપવામાં આવ્યો 
- હાર્દિકને અલ્પેશની સલાહ - ઓબીસીની માંગ ન દોહરાવે.. સમાજના મુદ્દાઓ પર ધ્યાન આપે. 
 

- પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે નવ મહિના પછી જેલની બહાર આવ્યા છે. હાર્દિક પટેલ બરાબર 11.07 વાગ્યે જેલની બહાર આવ્યો હતો. હાર્દિક પટેલ આજે ખેડૂતના વેશમાં બહાર આવ્યો હતો. ત્યારે હાર્દિકને પાટીદારોએ ઊંચકી લીધો હતો. હાર્દિકે બધાનું અભિવાદન ઝીલ્યું હતું.
 

- હાર્દિક બહાર આવતાં જેલની બહાર ઉપસ્થિત હજારો પાટીદારોમાં ખૂશીનું મોજું ફરી વળ્યું હતું. જેલની બહાર જય પાટીદાર, જય સરદારના નારા લાગ્યા હતા. જેલની બહાર આવીને હાર્દિકે સંબોધન કર્યું હતું
 








- સુરત - હાર્દિક પટેલ થોડીક જ વારમાં જેલની બહાર આવશે 
- પાસના કાર્યકરો દ્વારા કરાશે વીડિયો શૂટિંગ 
- મહેસાણામાં તારીખ હોવાથી સુરત જેલ ન જઈ શક્યા લાલજી પટેલ 
- 9 મહિના દરમિયાન કોણે શુ કામગીરી કરી તેની રિપોર્ટ પર ચર્ચા થશે. 
 
પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે નવ મહિના પછી જેલની બહાર આવશે ત્યારે સુરતની લાજપોર જેલની બહાર પાટીદારોનાં ટોળાં ઉમટવા માંડ્યાં છે. બીજી તરફ હાર્દિકના વકીલ યશવંત વાળા લાજપોર જેલ ખાતે પહોંચી ગયા છે. હાર્દિક પોતાના વકીલ સાથે મળીને જેલ મુક્તિની તમામ કાનૂની પ્રક્રિયા પતાવશે. આ બધી કાનૂની કાર્યવાહી પતાવ્યાં પછી 10 કલાકની આસપાસ હાર્દિક પટેલ બહાર આવશે.
 
હાર્દિક જેલની બહાર આવે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળે નહીં એ માટે જેલની બહાર મોટા પ્રમાણમાં પોલીસોને ખડકી દેવાયા છે. આ ઉપરાંત આજે આનંદીબહેનનો પણ કાર્યક્રમ થવાનો છે જેનાથી પોલીસને વધારે પ્રમાણમાં ત્યાં બંદોબસ્ત કરવામાં આવ્યું છે.