શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: બુધવાર, 31 ઑગસ્ટ 2016 (11:49 IST)

હાર્દિક પટેલે પાવર ઓફ પાટીદાર નામની ફિલ્મનું સોશિયલ મીડિયા પર પ્રમોશન શરૂ કર્યું

‘પાવર ઓફ પાટીદાર’ નામના નેજા હેઠળ બનેલી ફિલ્મને ફિલ્મ સેન્સર બોર્ડે મંજૂરી ન આપતાં હવે પાટીદાર અનામત આંદોલનનાં કન્વીનર હાર્દિક પટેલે સોશિયલ મિડિયા ફેસબુક પર ફિલ્મનો એક નાનો વીડિયો અપલોડ કર્યો છે. તેમાં હાર્દિક પટેલ અને સરકારી અધિકારી વચ્ચે જેલમાં થયેલી વાતચીતનો ઉલ્લેખ કરાયો છે. સાથે અનામત લઇ જ જંપીશુ તેવું દર્શાવાયું છે.હાર્દિક પટેલ દ્વારા પોસ્ટ કરાયેલા જેલની ખાનગી વાતોનાં વીડિયોમાં એક સરકારી અધિકારી હાર્દિકને પટેલને મળે છે અને તેમના આગેવાનો અને સાથીદારો સમાધાન માટે તૈયાર છે અને તેને પણ માની જવા માટે રૂ.૧ર૦૦ કરોડની ઓફરની વાત કરી છે.

થયેલા આંદોલનોમાં કોઇ નેતાને ફાયદો નહીં થયો હોય તેટલો ફાયદો તને થયો છે અને ભારતની આબાદી કરતાં દસ ગણી રકમ તને ઓફર કરવામાં આવી છે તેવી વાત દર્શાવાઇ છે.  ફિલ્મનાં વીડિયોમાં હાર્દિક પટેલ સમાધાન કરવા આવેલા મફતમાં સ્કૂલની જગ્યા અથવા આજુબાજુ સરકારી સ્કીમો લીધી હશે તેવા લોકો આવ્યા હશે. તેમાંનો હું નથી માટે જેલમાં છુ આતંકવાદીઓ જે કલમોથી બચે છે તેવી કલમો શોધી શોધીને મારા પર લગાવાઇ છે. પાટીદાર ભાઇ-બહેનોનાં ભવિષ્યનો હું સોદો નહીં કરું અને સમાજને વેચવા નહીં દઉં. અનામત લઇને જ જંપીશ તેવું વીડિયોમાં દર્શાવ્યું છે.