મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદ. , બુધવાર, 23 સપ્ટેમ્બર 2015 (13:12 IST)

ક્યા છે હાર્દિક પટેલ ? કોર્ટે કહ્યુ કે હાર્દિક પટેલને જલ્દી કોર્ટમાં રજુ કરો

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને ઓર્ડર આપ્યો કે તેઓ પાટીદાર અમાનત આંદોલન સમિતિ (PAAS)ના નેતા હાર્દિક પટેલની જલ્દીમાં જલ્દી ભાળ કાઢવામાં આવે અને તેમને કોર્ટની સામે રજુ કરો. હાઈકોર્ટે આ ઓર્ડર PAASના બે મેંબર્સની પિટીશન પર સુનાવણી કરતા આપ્યુ. ખાસ વાત એ છે કે આ પિટીશન પર સુનાવણી હાઈકોર્ટના જન એમ.આર. શાહના ઘરે મંગળવાર-બુધવાર દરમિયાન રાત્રે લગભગ બે વાગ્યે થઈ. 
 
PAAS મેંબર્સના આરોપ 
 
પિટીશનર્સના વકીલ બી.એમ. માંગુકિયાએ પોલીસ પર આરોપ લગાવ્યો કે હાર્દિક અને તેમના ડ્રાઈવરની પોલીસે ગેરકાયદેસર રીતે ધરપકડ કરી રાખી છે અને તેમના જીવનને સંકટ છે. સરકારના વકીલે પિટીશનર્સના  આરોપોને રદ્દ કરતા કહ્યુ કે હાર્દિક પટેલ ફરાર છે અને તેમને પોલીસ ધરપકડમાં નથી રાખવામાં આવ્યા. હાઈકોર્ટે કહ્યુ કે આ મામલાની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરના રોજ થશે અને ત્યારે સરકાર પોતાની વાત મુકે. 
 
રાત્રે 3 વાગ્યે પોલીસ પર આરોપ 
 
એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી સુનાવણી પછી રાત્રે લગભગ 3 વાગ્યે મુંગાકિયાએ કહ્યુ, "હાર્દિક અને તેમના ડ્રાઈવરની કશી ભાળ નથી મળી રહી. અમને તેમના જીવની ચિંતા છે.  તેથી અમે અડધી રાત્રે કોર્ટનો દરવાજો ખખડાવ્યો." મુંગાકિયા કોંગ્રેસના લીગલ સેલના પ્રેસિડેંટ પણ છે. તેમને કહ્યુ કે  હાર્દિકને પોલીસે ક્યાક સંતાડી રાખ્યો છે.. 
 
શુ કહ્યુ રાજ્ય સરકારે 
 
રાજ્ય સરકારના વકીલ મિતેશ અમીને કહ્યુ, "હાર્દિકની ધરપકડ નથી કરવામાં આવી પણ તે ફરા છે. તેમણે કહ્યુ કે હાર્દિક અરાવલીના તેનપુર ગામમાં રેલી કરી રહ્યો હતો. જેની મંજુરી નહોતી લેવામાં આવી. પોલીસે ત્યા પહોંચીને તેમના કેટલાક સાથીયોની ધરપકડ કરી લીધી ચે.  પણ હાર્દિક ફરાર થઈ ગયો." 
 
બીજેપીનો આરોપ 
બીજી બાજુ બીજેપીની લીગલ સેલના કન્વીનર જે.જે પટેલે આરોપ લગાવ્યો કે આ આંદોલનની પાછળ કોંગ્રેસનો હાથ છે. પટેલે કહ્યુ કે મુંગાકિયા કોંગ્રેસના લીગલ સેલના પ્રેસિડેંટ છે અને એ જ હાર્દિકની પૈરવી કરી રહ્યા છે.  તેનાથી સ્પષ્ટ થાય છે કે આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે. મુંગાકિયાએ આ આરોપને ખોટો બતાવતા કહ્યુ કે તે ફક્ત એક વકીલની હૈસિયતથી આ કેસની તરફેણ કરી રહ્યા છે.