શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : મંગળવાર, 12 જુલાઈ 2016 (00:19 IST)

હાર્દિક પટેલને વિસનગર કેસમાં પણ જામીન મળતાં પાટીદારોમાં આનંદની લાગણી, આજે જેલમાથી બહાર આવશે

વિસનગર ખાતે એમએલએની ઓફિસમાં તોડફોડ કરવાના મામલે પાટીદાર નેતા ર્હાદિક પટેલ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની સુનાવણી દરમિયાન આજે હાઈકોર્ટે તેના શરતી જામીન મંજુર કરતા પાટીદારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ ર્હાદિકને મળેલા જામીનને લઇ વિવિધ રાજકીય પ્રતિક્રિઆઓ સામે આવી છે જેમાં ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ વિજય રુપાણીએ કહ્યું છે કે, સરકારના ઉદાર વલણના કારણે ર્હાદિકને આ જામીન મળ્‍યા છે. પાટીદારોની મોટાભાગની માંગણીઓ સરકારે સંતોષી છે તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે, ર્હાદિકને જામીન મળ્‍યા તે આનંદની વાત છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અનામત આદોલન સમિતિના સંયોજક ર્હાદિક પટેલ વિરુદ્ધ વિસનગરમાં નોંધાયેલાા ગુના સંદર્ભે હાઈકોર્ટમાં ગઈકાલે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ જામીન મંજુર કર્યા હતા.

રાજદ્રોહના કેસમાં ર્હાદિકને જામીન મળી ચુક્‍યા હતા. ત્‍યારે ગઈકાલના કેસના ચુકાદા પર સૌની મીટ મંડાયેલી હતી. રાજદ્રોહના કેસમાં હાઈકોર્ટે શરત મુકી હતી કે, ર્હાદિક પટેલને જેલમાંથી છુટયા બાદ 48 કલાકમાં જ ગુજરાત છોડી દેવું પડશે. તો બીજી તરફ 9 મહિના મહેસાણામાં પ્રવેશબંધી અંગે પણ ર્હાદિક પટેલના વકીલે રજુઆત કરી હતી કે, મહેસાણામાં ર્હાદિક પટેલના કુળદેવી ઉમિયા માતાનું મંદિર હોવાથી દર્શનની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટે તેમની આ માંગણીને ગ્રાહ્ય રાખી ન હતી. ર્હાદિક પટેલની જામીન મળી જતાં ર્હાદિકના પરિવાજનો તથા પાટીદાર સમુદાયમાં ખુશીનો માહોલ સર્જાયા હતો. ર્હાદિક પટેલના ગ્રામજનોએ ફટાકડા ફોડીને તથા એકબીજાને પેંડા ખવડાવીને મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી. ર્હાદિક પટેલ સુરત ગયા બાદ વિરમગામ આવશે ત્‍યારે તેના સ્‍વાગત માટે જોરદાસ તૈયારી કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે ર્હાદિક પટેલને જામીન મળી હોવાથી તે ગુજરાત બહાર ક્‍યા સ્‍થળે જશે. સુત્રોના જણાવ્‍યા અનુસાર ર્હાદિક પટેલ જેલમાંથી મુક્‍ત થયા બાદ સુરતના વરાછામાં રેલી સંબોધિત કરશે.