શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

નાંદેડના તખત સંચખંડ શ્રી હજૂર અબચલનગર સાહિબ

હરદીપ કૌર

શ્રી ગુરૂ ગોવિંદ સિંહજીના આલૌકિક જીવનના અંતિમ ક્ષણો સાથે સંબંધિત આ પવિત્ર સ્થાન શીખ પંથના પાંચ તખત સાહિબાનમાંથી કે શિરોમણી તખત છે. જેની પ્રસિધ્ધિ ભારતમાં જ નહી દુનિયાભરમાં ફેલાયેલી છે.

જ્યારથી શ્રી ગુરૂ ગોવિંદ સિંહજીના માતા-પિતા અને ચાર પુત્ર દેશ માટે શહીદ થઈ ગયા ત્યારે તેઓ સંસારનુ ભલુ કરતા ગોદાવરી નદીના કિનારે વસેલા નગર નાંદેડ પહોચ્યા. નાંદેડમાં ગુરૂજીએ લીલાઓ રચી, ત્યાં પોતાના ગુરૂદ્વારા નગીના ઘાટથી તીર ચલાવીને પોતાના સતગુરૂના સમયનુ તપ-સ્થાન પ્રગટ કર્યુ. એ તીર એક મસ્જિદમાં લાગ્યુ તો ગુરૂજીએ અઢી હાથ જમીનને ખોદાવીને સતયુગી આસન, કરમંડળ, ખડાઉ અને માળા કાઢી અને ત્યાં સ્થાન પ્રગટ કર્યુ. બદલામાં એ જમીનના માલિક મુસ્લિમને એ જગ્યાએ સોનાની મોહરો પાથરી આપી.

W.D
આ સ્થળના પ્રગટ થવાથી અહીં ગુરૂજી રોજ નવી નવી લીલાઓ કરવા લાગ્યા. સવાર-સાંજ દીવાન સજવા લાગ્યા, ચારેબાજુ આનંદમયી રોનક વધી ગઈ. કેટલાક સમય પછી સરહદના નવાબ વજીર ખાને મોકલેલ ખૂનીઓના હુમલા પછી પોતાના સચખંડ ગમનની તૈયારી કરી તો અતિ વ્યાકુળ સંગતના પૂછવા પર તેમણે જણાવ્યુ કે અમે તમારા લોકોની ધુરની બાની 'શબદ' ગુરૂના હવાલે કરીને જઈ રહ્યા છે, જેમાં તમને દરેક સમય આધ્યાત્મિક આગેવાનીની બક્ષિસ મળતી રહેશે.

વિક્રમી સંવંત 1765 કાર્તિક સુદી બીજ (4 ઓક્ટોબર 1708)ના દિવસે પોતાના 5 પૈસા અને નારિયળ શ્રી ગુરૂ ગ્રંથ સાહિબ જીના આગળ મુકીને માથુ ટેકવીને શ્રધ્ધા સાથે પરિક્રમા કરી અને આ પવન દિવસે સમૂહ સિખ સંગતને સાહિબ શ્રી ગુરૂ ગ્રંથ સાહિબ જી ને જોડીને અને યુગો સુધી અટલ ગુરૂની ગાદી અર્પણ કરી. આ રીતે શ્રી ગુરૂ ગ્રંથ સાહિબને ગુરૂ ગાદી આપીને દીવાનમાં બેસેલા લોકોને કહ્યુ -

આગિઆ ભઈ અકાલ કી તવી ચલાઓ પંથ
સબ શીખન કો હુકમ હૈ ગુરૂ માનિયો ગ્રંથ
ગુરૂ ગ્રંથ જી માનિયો પ્રગટ ગુરા ની દેહ
જો પ્રભુને મિલબો ચહૈ ખોજ શબ્દ મે લેહ

W.D
ત્યારબાદ ગુરૂ સાહેબે સર્વત્ર ખાલસા શીખ સંગતને કહ્યુ કે યુગોની આ પાવન પવિત્ર ધરતીનુ નામ શ્રી અબંચલનગર થયુ. આ રીતે જગત તમાશો જોયા પછી 'વિચિત્ર નાટક' કરતા સંવત 1765 કાર્તિક સુધી પંચમીના દિવસે તેઓ પરમ પુરખ પરમાત્મામા અદ્રશ્ય થઈ ગયા.

રોજ પરોઢિયે બે વાગ્યે પાસે આવેલી ગોદાવરી નદીમાંથી પાણીની ગાગર ભરીને સંચખંડમાં લાવવામાં આવે છે. સુખમણિ સાહિબ જીના પાઠની સમાત્પિ પછી ગુરૂ ગ્રંથ સાહિબનો પ્રકાશ કરવામાં આવે છે. અરદાસ પછી સંપૂર્ણ દિવસ ગુરૂદ્વારા પાઠ અને કીર્તન સાથે ગૂંજતો રહે છે. સંધ્યામાં રહિરાસ સાહિબનો પાઠ અને આરતી પછી ગુરૂ ગોવિંદ સિંહ, મહારાજા રણજીત સિંહ અને અકાલી ફૂલાસિંહના પ્રમુખ શસ્ત્રોના દર્શન કરાવવામાં આવે છે.

તાજેતરમાં જ 30 ઓક્ટોબર 2008ના રોજ ગુરૂ ગ્રથ સાહિબના પ્રકાશના 300 વર્ષ પૂરા થવાના પ્રસંગે ગુરૂતા ગદ્દી દિવસ મનાવવામાં આવ્યો. પાંચ દિવસના આ કાર્યક્રમમાં દેશ અને વિદેશથી લાખો લોકોની સંખ્યામાં સિખ સંગત, સંત અને વિદ્વાનો જોડાયા. અહીં બધા ગુરૂ પૂરબની સાથે જ દશેરા, દિવાળી અને હોલા મોહલ્લા મોટા ધૂમધામથી ઉજવવામાં આવે છે.

કેવી રીતે પહોંચશો ?

વાયુમાર્ગ - નાંદેડમાં રાષ્ટ્રીય વિમાન મથક છે. જ્યાંથી સચખંડ માત્ર 5 કિમી.દૂર આવેલુ છે.

રોડદ્વારા - મહારાષ્ટ્રના ઔરંગાબાદથી નાંદેડ લગભગ 300 કિમી. દૂર આવેલુ છે. બધા મુખ્ય શહેરોથી સરકારી અને ખાનગી વાહનો દ્વારા નાંદેડ સરળતાથી પહોંચી શકાય છે.

રેલમાર્ગ - નાંદેડ બધા મુખ્ય રેલમાર્ગો સાથે જોડાયેલુ છે. અમૃતસરથી નાંદેડ માટે વિશેષ રેલ સુવિધા મળી રહે છે.