શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

અદ્દભુત તિરૂપતી બાલાજી મંદિરના દર્શન

સંપૂર્ણ બ્રહ્માંડના સ્વામી વેંકટરામન....ગોવિંદા.....ગોવિંદા !!

W.D

તિરૂમાલા પર્વત પર આવેલુ ભગવાન બાલાજીનુ મંદિરનું મહત્વ કોણ નથી જાણતુ. આ વખતે ધર્મયાત્રામાં વેબદુનિયા તમારે માટે લઈને આવ્યા છે તિરૂપતી બાલાજી મંદિર. ભગવાન વ્યંકટેશ સ્વામીને સંપૂર્ણ બ્રહ્માંડના સ્વામી માનવામાં આવે છે. દરેક વર્ષે કરોડો લોકો આ મંદિરના દર્શનને માટે આવે છે. વર્ષના બાર મહિનાઓમાં એક પણ દિવસ એવો નથી હોતો જ્યારે વ્યંકટેશસ્વામીના દર્શન કરવાને માટે ભક્તોની ભીડ ન લાગી હોય. એવુ માનવામાં આવે છે કે આ સ્થાન ભારતના સૌથી વધુ યાત્રાળુઓનુ આકર્ષણનુ કેન્દ્ર છે. આ સાથે જ આને વિશ્વમા સૌથી વધુ શ્રીમંત ધાર્મિક સ્થાનોમાંથી એક માનવામાં આવે છે.

મંદિર વિશે દંતકથા -

પ્રભુ વેંકટેશ્વર કે બાલાજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે પ્રભુ વિષ્ણુએ કેટલાક સમયને માટે સ્વામી પુશ્કરણી નામના તળાવના કિનારે રહેવાસ કર્યો હતો. આ તળાવ તિરૂમાલાની પાસે આવેલુ છે. તિરૂમાલા-તિરૂપતિની ચારે બાજુ આવેલી ટેકરીઓ, શેષનાગના સાત ફણોને આધારે બનેલી 'સપ્તગિરી' કહેવાય છે. શ્રી વેંકટેશ્વરૈયા આ મંદિર સપ્તગિરીની સાતમી પહાડી પર સ્થિત છે, જે વેંકતાદ્રી નામથી પ્રસિધ્ધ છે.

ત્યાં એક બીજી દંતકથા મુજબ, 11મી સદીમાં સંત રામાનુજે તિરૂપતિને આ સાતમી ટેકરી પર ચડાણ કર્યુ હતુ. પ્રભુ શ્રી નિવાસ (વેંકટેશ્વરનુ બીજુ નામ) તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમણે આશીર્વાદ આપ્યા. એવુ માનવામાં આવે છે કે પ્રભુનો આશીર્વાદ મેળવ્યા પછી તે 120 વર્ષની ઉમંર સુધી જીવીત રહ્યા અને જુદા જુદા સ્થળોએ ફરીને વેંકટેશ્વર ભગવાનની ખ્યાતિ ફેલાવી.
W.D

વૈકુંઠ એકાદશીના પ્રસંગ પર લોકો અહીંયા પ્રભુના દર્શન કરવા માટે આવે છે, જ્યાં આવ્યા પછી તેમના બધા પાપ ધોવાઈ જાય છે. માન્યતા છે કે અહીંયા આવ્યા પછી વ્યક્તિને જન્મ-મૃત્યુના બંધનોથી મુક્તિ મળી જાય છે.

મંદિરનો ઈતિહાસ -

માનવામાં આવે છે કે આ મંદિરનો ઈતિહાસ 9મી સદીથી શરૂ થાય છે, જ્યારે કાઁચીપુરમનો શાસન વંશ પલ્લવોએ આ સ્થળે પોતાનુ આધિપત્ય સ્થાપિત કર્યુ હતુ. પરંતુ 15 સદીના વિજયનગર વંશના શાસન પછી આ મંદિરની ખ્યાતિ સીમિત રહી. 15મી સદી પછી આ મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવવાની શરૂ થઈ. 1843 થી 1933 ઈ.સ સુધી અંગ્રેજોના શાસન હેઠળ આ મંદિરનુ પ્રબંધન હાતીરામજી મઠના મહંતે સંભાળ્યુ. 1933માં આ મંદિરનુ પ્રબંધન મદ્રાસ સરકારે પોતાના હાથમાં લઈ લીધુ અને એક સ્વતંત્ર પ્રબંધન સમિતિ 'તિરુમાલા-તિરૂપતિ' ના હાથમાં આ મંદિરનુ પ્રબંધન સોંપી દીધુ. આંધ્ર પ્રદેશ રાજ્ય બન્યા પછી આ સમિતિનુ પુનર્ગઠન થયુ અને એક પ્રશાસનિક અધિકારીને આંધ્રપ્રદેશ સરકારના પ્રતિનિધિના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા.

મુખ્ય મંદિર - શ્રી વેંકટેશ્વરનુ આ પવિત્ર અને પ્રાચીન મંદિર પર્વતની વેંકટાદ્રિ નામની સાતમી ટોચે આવેલુ છે, જે શ્રી સ્વામી પુશકરણી નામના તળાવના કિનારે આવેલુ છે. આ જ કારણે અહીયા બાલાજીને ભગવાન વેંકટેશ્વરના નામથી જાણવામાં આવે છે. આ ભારતના તે પસંદગીના મંદિરોમાંથી એક છે જેના દરવાજા બધા ધર્મના લોકો માટે ખુલ્લા છે. પુરાણ અને અલ્વરના લેખ જેવા પ્રાચીન સાહિત્ય સ્ત્રોતો મુજબ કળયુગમાં ભગવાન વેંકટેશ્વરનો આશીર્વાદ મેળવ્યા પછી જ મુક્તિ શક્ય છે. પચાસ હજારથી પણ વધુ શ્રધ્ધાળુ આ મંદિરમાં દરરોજ દર્શન કરવા માટે આવે છે. આ તીર્થયાત્રીઓની દેખરેખ પૂરી રીતે ટીટીડીના સંરક્ષણ હેઠળ છે.
W.D

મંદિરનુ ચઢાણ - ટેકરી પર ચઢવા માટે તિરુમલા તિરૂપતિ દેવસ્થાનમ નામનો એક પગપાળા ચાલનારો યાત્રાળુઓ માટે વિશેષ રસ્તો બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા પ્રભુ સુધી પહોંચવાની ઈચ્છાની પૂર્તિ થાય છે. સાથે જ અલિપિરીથી તિરુમાલાને માટે પણ એક રસ્તો છે.

કેશદાન - આના હેઠળ શ્રધ્ધાળુ પ્રભુને પોતાના વાળ અર્પણ કરે છે જેનો અભિપ્રાય છે કે વાળોની સાથે પોતાનો દંભ અને ઘમંડ ઈશ્વરને અર્પણ કરો છો. જુના જમાનામાં આ સંસ્કાર ઘરમાં જ વાળંદ દ્વારા પૂરા કરવામાં આવતા હતા, પણ સમયની સાથે સાથે આ સંસ્કારનું પણ કેન્દ્રીકરણ થઈ ગયુ અને મંદિરની પાસે સ્થિત 'કલ્યાણ કટ્ટા' નામના સ્થળે આ સમૂહમાં સંપન્ન કરવામાં આવી રહ્યો છે. હવે બધા વાળંદ આ સ્થળે જ બેસે છે. કેશદાન પછી અહીં સ્નાન કરે છે અને પછી પુશકરિણીમાં સ્નાન કર્યા પછી મંદિરમાં દર્શન કરવા માટે જાય છે.

સર્વદર્શનમ - સર્વદર્શનમનો મતલબ છે 'બધા માટે દર્શન'. સર્વદર્શનમને માટે પ્રવેશ દ્વાર વૈંકુઠમ કોમ્પલેક્સ છે. વર્તમાન સમયમાં ટિકીટ લેવા માટે અહીં કમ્પ્યૂટરીકૃત વ્યવસ્થા છે. અહીં નિ:શુલ્ક અને સશુલ્ક દર્શનની પણ વ્યવસ્થા છે. આ સાથે જ વિકલાંગ લોકો માટે 'મહાદ્રારમ' નામના મુખ્ય દ્વારથી પ્રવેશની વ્યવસ્થા છે. જ્યાં તેમની મદદ માટે સહાયક પણ હોય છે.
W.D

પ્રસાદમ -

અહીંયા પ્રસાદના રૂપમાં અન્ન પ્રસાદની વ્યવસ્થા છે જેના હેઠળ ચરણામૃત, મીઠી પોંગલ, દહીં-ભાત જેવા પ્રસાદ તીર્થયાત્રીઓને પ્રસાદના રૂપે આપવામાં આવે છે.

લાડુ -

પનયારમ એટલે કે લાડુ મંદિરની બહાર વેચવામાં આવે છે, જે અહીં પ્રભુને પ્રસાદના રૂપમાં ચઢાવવા માટે ખરીદવામાં આવે છે. આને ખરીદવા માટે લાઈનમાં ઉભા રહીને ટોકન લેવી પડે છે. શ્રધ્ધાળુ દર્શન પછી લાડુ મંદિરના ચોકમાંથી ખરીદી શકે છે.

બ્રહ્મોત્સવ

તિરૂપતિના સૌથી મુખ્ય પર્વ 'બ્રહ્મોત્સવમ' છે જેના મૂલત: પ્રસન્નતાનો તહેવાર માનવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલનારો આ તહેવાર વર્ષમાં એકવાર ત્યારે ઉજવવામાં આવે છે, જ્યારે કન્યા રાશિમાં સૂર્યનુ આગમન થાય છે. (સપ્ટેમ્બર,ઓક્ટોબર) આ સાથે જ અહીં ઉજવવામાં આવતા બીજા તહેવારો છે - વસંતોત્સવ, તપોત્સવ, પવિત્રોત્સવ, અધિકા માસમ વગેરે.

વિવાહ સંસ્કાર -

અહીંયા એક 'પુરોહિત સંઘમ' છે જ્યાં વિવિધ સંસ્કારો અને રિવાજોને પૂરા કરવામાં આવે છે. જેમાં મુખ્ય સંસ્કાર વિવાહ સંસ્કાર, નામકરણ સંસ્કાર, ઉપનયન સંસ્કાર વગેરે પૂરા કરવામાં આવે છે. અહીંયા બધા સંસ્કાર ઉત્તર અને દક્ષિણ ભારતના બધા રિવાજો મુજબ પૂરા કરવામાં આવે છે.
W.D

રહેવાની વ્યવસ્થા -

તિરૂમલામાં એક મંદિરની આજુબાજુ રહેવાની ખૂબ સારી વ્યવસ્થ છે. જુદી જુદી શ્રેણીના હોટલ અને ધર્મશાળા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં મુકીને બનાવવામાં આવ્યા છે. આનુ પહેલાથી જ બુકિંગ ટીટીડીના કેન્દ્રીય કાર્યાલયથી કરાવવામાં આવે છે. સામાન્ય રીતે પહેલાથી બુકિંગ ટીટીડીના કેન્દીય કાર્યાલયથી કરાવી શકાય છે. સામાન્ય રીતે પહેલાથી બુંકિગ માટે એડવાંસ રૂપિયાની સાથે એક પત્ર અને સો રૂપિયાનો એક ડ્રાફટ અહી મોકલવો પડે છે.

કેવી રીતે પહોચશો ? -

તિરૂપતિ ચેન્નઈથી 130 કિલોમીટર દૂર આવેલુ છે, જે એક મુખ્ય રેલવે સ્ટેશન પણ છે. અહીંથી હૈદરાબાદ, બેંગલોર અને ચેન્નઈને માટે રોડ અને રેલ વ્યવસ્થા પણ છે.

હવાઈ માર્ગ - તિરૂપતિ પર એક નાનકડુ હવાઈ મથક છે, જ્યા મંગળવારે અને શનિવારે હૈદરાબાદથી ફ્લાઈટ મળી શકે છે. ત્યારબાદ એપીએસઆરટીસીની બસ સેવા પણ મળી રહે છે, જે મંદિરના ચોક સુધી પહોંચાડવામાં ફક્ત 20 મિનિટ લે છે.