શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. રેલવે બજેટ
Written By વેબ દુનિયા|

ગુજરાતને લાલુએ બતાવ્યો ઠીંગો !

ફ્કત બે નવી ટ્રેનોનો લાભ

PIB

દરવર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતને રેલ્વે બજેટમાંથી કંઈ ખાસ મળ્યું નથી. ફ્કત બે ટ્રેન મળી છે. ગુજરાતને આ વર્ષે રેલ્વે બજેટ પાસેથી ઘણી આશાઓ હતી. પણ લાલુએ 43 નવી ટ્રેનો અને 14 ટ્રેનોને લંબાવવાની જાહેરાત કરી છે. જેમાં બિહારને મહત્તમ લાભ મળ્યો છે. તો ગુજરાતની સદંતર બહિષ્કાર કર્યો હોય, તેમ લાગી રહ્યું છે.

ગુજરાતનાં ફાળે બે ટ્રેન આવી છે. જેમાં વેરાવળ મુંબઈ લીન્ક સર્વિસ (દરરોજ)અને ગાંધીધામ-કોલકત્તા સુપર ફાસ્ટ(સાપ્તાહિક)નો સમાવેશ થાય છે. જ્યારે બે ટ્રેનોનાં વિસ્તારથી પણ રાજ્યને લાભ થયો છે. જેમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસને છોટા ઉદેપુર સુધી લંબાવવામાં આવી છે. જ્યારે પોરબંદર-મોતીહારી એક્સપ્રેસને મુઝફ્ફરપુર સુધી લંબાવાઈ છે.