બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. રેલવે બજેટ
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (11:19 IST)

બપારે બારના ટકોરે રેલવે બજેટ

PIB

રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવ આજે બપોરે બાર વાગે સંસદમાં વચગાળાનું રેલવે બજેટ રજૂ કરશે. ટ્રેનના યાત્રીઓ માટે તેઓ ઘણી બધી રાહતો જાહેર કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી યાત્રી ભાડાઓમાં વધારો કરવાથી તેઓ દૂર રહ્યા છે. આ વખતે પણ તેઓ લોકસભાની ચૂંટણી પહેલા કેટલીક લોકલક્ષી જાહેરાતો કરે તેમ છે.

તેલ કિંમતોમાં ઘટાડાનો લાભ પણ તેઓ લોકોને આપી શકે છે. એવી અટકળો ચાલી રહી છે કે, તેઓ ચોક્કસ સેકટર ઊપર યાત્રી ભાડામાં ઘટાડો કરી શકે છે. એપ્રિલ-જુલાઇના ગાળા માટે અંદાજપત્રીય ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે. વૈશ્વિક મંદી છતાં રેલવેએ આ વર્ષે જાન્યુઆરી દરમિયાન 74.55 મિલિયન ટન નુરનું વહન કર્યું છે જે ગયા વર્ષે આજ ગાળા કરતા 2.9 ટકા વધુ છે.

વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું છે કે લાલુ દ્વારા રજૂ કરવામાં આવનાર વચગાળાના બજેટમાં રેલવે ભાડાઓમાં ઘટાડા પણ કરી શકે છે. ખાસ કરીને સ્લીપર અને સેકેન્ડ કલાસના ભાડાઓમાં ૫થી 10 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. પસંદગીના રૂટ ઊપર બૂલેટ ટ્રેન દોડાવવા ઊપરાંત અન્ય કેટલીક ગરીબ રથ ટ્રેનોની જાહેરાતનો સમાવેશ થાય છે.

સામાન્ય ચૂંટણી પહેલા લાલુનું આ છેલ્લુ રેલવે બજેટ હશે. જેથી આ બજેટ વચગાળાનું હોવા છતાં આ બજેટમાં ચૂંટણીમાં લાભ ઊઠાવવાના હેતુસર આકર્ષક યોજનાઓ જાહેર કરવામાં આવશે. હાલમાં ચાલી રહેલી સ્કીમોને વધારવામાં આવે તેમ પણ માનવામાં આવે છે.

રેલવે બજેટમાં આ જાહેરાત થઇ શકે છે..
* રેલવે ભાડામાં ઘટાડો થઈ શકે.
* પસંદગીના રૂટ ઊપર બૂલેટ ટ્રેન દોડાવવાની યોજનાની જાહેરાત થઈ શકે
* વધુ ગરીબ રથ ટ્રેનોની જાહેરાત થઈ શકે.
* હાલ ચાલી રહેલી સ્કીમોને લંબાવવાની તૈયારી.
* પસંદગીના મોટા રેલવે સ્ટેશન પર ઓટોમેટીક એસ્કેલેટર્સ સ્થાપિત કરવાની ઘોષણા થઈ શકે.
* ચોક્કસ વિસ્તારોમાં રેલવે દુર્ઘટનાઓને રોકવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ
* રેલવેમાં નવી ભર્તીઓ.