શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. રેલવે બજેટ
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (13:53 IST)

રેલવે બજેટની સાથે સાથે

* તમામ રેલવે ભાડામાં 2 ટકાનો કાપ.
* નવી દિલ્હી-અમદાવાદ રાજધાની હવે દરરોજ દોડશે. જે અગાઊ એક સપ્તાહમાં છ દિવસ ચાલતી હતી.
* કોલકાતા મેટ્રોનું વિસ્તરણ કરાશે.
* મુંબઇ-બિકાનેર સુપર ફાસ્ટ સપ્તાહમાં બે વખત.
* તમામ એસી અને મેઇલ એકસપ્રેસ ભાડામાં ઘટાડો થશે.
* રેલવેનો કેશ રિઝર્વ 90,000 કરોડ.
* છેલ્લા પાંચ વર્ષમાં નૂરના દરમાં 8 ટકાનો વધારો.
* લુધિયાણાથી કોલકાતા સુધી ફ્રેટ કોરિડોર.
* કાશ્મીર ખીણમાં રાજવંશેર અને અનંતનાગ વચ્ચે રેલવે લાઇનને ચાર મહિનામાં કાઝીગુંદ સુધી લંબાવાશે.
* ૧૧મી પંચવર્ષીય યોજનામાં રેલવે 2.30 લાખ કરોડનું રોકાણ કરશે.
* રેલવે રેલ પ્રોડકિટવિટીને પ્રોત્સાહન આપવા 70,000 કરોડ સરપ્લસનો ઊપયોગ કરશે.
* ઉંચી ક્ષમતા સાથેના નવા વેગનનો ઊપયોગ કરાશે.
* વર્ષ 2004 માં 325ની સામે વર્ષ 2008માં રેલ અકસ્માતોની સંખ્યા ઘટીને 184 થઇ છે.
* વેતન પંચની ભલામણથી 14 લાખ રેલવે કર્મચારીઓને ફાયદો થયો છે.
* રાષ્ટ્રના નિર્માણમાં રેલવેએ ઊપયોગી ભૂમિકા અદા કરી છે.
* લોકોનો વિશ્વાસ જીતવામાં રેલવેએ સફળતા મેળવી છે.
* ચાર જગ્યાઓએ ચાર કોલ સેન્ટરો કામ કરી રહ્યા છે.
* મંદી છતાં રેલવેએ 4 ટકાના વ્યાજે 100 મિલિયન ડોલર ઊભા કર્યા છે.
* 43 નવી ટ્રેનો દોડાવવાની લાલુએ જાહેરાત કરી.
* નવી ટેકનોલોજીનો ઊપયોગ કરતા અકસ્માતોમાં ઘટાડો થયો છે.
* બૂલેટ ટ્રેનો દોડાવવા માટે રિપોર્ટ તૈયાર થઇ રહ્યા છે.
* યાત્રી ભાડાઓથી આવકમાં 14 ટકાનો વધારો થયો છે.
* રેલવેની આવકમાં 19 ટકાનો વધારો થયો છે.
* માલગાડીના 10000વેગન દરવર્ષે બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
* અગરતલાને ટ્રેનથી જોડી દેવામાં આવશે.