બુધવાર, 17 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. રક્ષાબંધન 07
Written By દિપક ખંડાગલે|

બહેનને શું ભેટ આપશો ?

રક્ષાબંધન બહેનો માટે મહત્વપૂર્ણ તહેવાર છે એટલે કે ભેટની આપવાની પસંદગીમાં દિમાગ દોડવવું પડે છે. ભાઇ કે બહેનને પસંદ આવશે કે નહી
W.D
તેનો નિર્ણય લેતાં-લેતાં રક્ષાબંધન નજીક આવી જાય છે. પછી ઉતાવળ કંઇપણ લઇને આપવું પડે છે. આ વખતે તમારે આ સમસ્યાનો સામનો કરવો પડશે નહી કારણ કે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છીએ જેની મદદથી તમે ભેટની પસંદગી સરળતાથી કરી શકશો.

રક્ષાબંધન માટે તમે વધુ પડતી માથાકુટ ન કરતાં નીચે લખેલ ટીપ્સને અપનાવો-
-- સૌથી પ્રથમ તમારા ભાઇ/બહેનની પસંદગીને યાદ કરો ઉદાહરણ તરીકે તેના શોખ અને રૂચિને ધ્યાનમાં રાખો.

-- એવી કોઇ વસ્તુ વિશે વિચારો જે તમારા ભાઇ/બહેન ઘણા દિવસોથી લેવા ઇચ્છતા હોય, જો તમને એવું કંઇ યાદ આવી જાય છે તો આ ઉપહાર તેને ચકિત કરી દેશે.

-- પ્રથમ તમે નક્કી કરો કે તમારા દ્રારા આપવામાં આવેલી ભેટ ગુણવત્તાવાળી હોય. જેથી લાંબા સમયગાળા સુધી આ તમારી યાદ બનીને તમને યાદ કર્યાં કરે.

-- ભેટ ખરીદતાં પહેલાં ધ્યાનમાં રાખો કે તે તમારા બજેટ ઉપર ન હોય. ભેટ સાથે તમારી ભાવનાઓ જોડાયેલી છે તેના પર લખેલી કિંમતનું મહત્વ નથી. અંતે કહેવાનો મતલબ એટલો છે કે તમારા બજેટને ધ્યાનમાં રાખી ભેટ ખરીદો.

* તમારા ભાઇની પસંદગી છે ટ્રેંડી -
જે ભાઇઓ હંમેશા સ્ટાઇલીશ રહેવાનું પસંદ કરે છે તેમના માટે ટેંડી ખરીદો.જેવી રીતે કે ફેન્સી ગોગલ્સ, મોબાઇલ કવર, ડિયોડિરેંટ,પરફ્યુમ્સ, ઘડિયાળ તથા બેલ્ટ વગેરે ખરીદી શકો છો. બ્રેસલેટ સ્ટાઇલની ગોલ્ડન કે સિલ્વર રાખડી પણ ભાઇઓની પહેલી પસંદગી હશે.

* ભાઇની પસંદગી સોબર છે -
આવા ભાઇઓ માટે એજ્યુક્યૂટિવ શર્ટ સારો રહશે. શર્ટ તમારા ભાઇની પસંદગી અનુસાર પ્લેન. લાઇનીંગ કે ચેક્સવાળા ખરીદી શકો છો. તેનો કલર પણ ભાઇની પસંદ અનુસાર ખરીદો તમારી પસંદગી મુજબ નહી.


W.D
* જો ભાઇ વિદ્યાર્થી છે -
જો તમારો ભાઇ સ્કૂલમાં કે કોલેજમાં અભ્યાસ કરે છે તો તેના ઉપયોગમાં આવનારી વસ્તુ ખરીદો તેની પસંદગી ભેટના સ્વરૂપે કરી શકો છો. જેવી રીતે કે રેફરંસ બુકસ, ઉપન્યાસ અને મજેદાર સીડી વગેરે...

* પરણિત ભાઇઓ માટે -
જો તમારો ભાઇ પરણિત છે જો તો તેના ઘર માટે સારી ભેટ લઇ શકો છો. જેવી રીતે કે સારી પેંટિંગ્સ,ક્રોકરી અથવા તો તેની પસંદગીની મિઠાઇ, ચોકલેટ કે સૂકા માવાનુ બોક્સ વગેરે...

* નાના ભાઇઓ માટે -
પોતાના નાના ભાઇ માટે ગેમ્સ કે ગેમ્સની સીડી કે પછી રમકડાં કાર પણ ખરીદી શકો છો.બેબ્લેડ્સ,તેમની પસંદગીદાર કાર્ટૂન પાત્ર,ચોકલેટ-કેંડીઝ અથવા તો તેને જે વધુ પસંદ હોય.

* બહેનો માટે ઉપહાર -
ઘરેણાંની શોખીન બહેનો માટે
કેટલાંક ખૂબ જ સારા ઘરેણાં જેવા કે વિંટી,કાનના ટોપ્સ અથવા તો ગળાનો હાર તમે ખરીદી શકો છો. જો તમારૂ બજેટ સારૂ હોય તો તમે સોનાના કે હિરાના ઘરેણાં આપી શકો છો નહીંતર આજકાલ ખૂબ જ સરસ ઇમિટેશન જવેલરી મળે છે. તમે એ બાબતનું ધ્યાન રાખો કે તમારી બહેનને શું પસંદ છે. કદાચ એવું ના થાય કે તેને ગળામાં પહેરવાનો કિંમતી હાર આપોને તેને હાર પહેરવાનો શોક ન હોય.

* ફેશનેબલ બહેન માટે -
બીડ કે મીરરના વર્કવાળા બેગ્સ તેમના માટે ખૂબ જ સારા લાગશે. કેટલીક નવી ડિઝાઇનના કપડાં મેળવીને તેનું મન ખુશ થઇ જશે. સારા પરફ્યૂમ, ટોપ્સ કે પારંપરિક બોક્સ પણ આપી શકો છો.

* નાની બહેનો માટે -
પ્યારી-પ્યારી નાની બહેનો માટે તમે ટેડીબિયર, ચોકલેટ્સ, અથવા તો સ્ટેશનરી આઇટમ ખરીદી શકો છો. જો તે અભ્યાસમાં રૂચિ ધરાવે છે તો તેના માટે નોવેલ જેમ કે હેરી પોર્ટર આપી શકો છો.

* પરિણીત બહેનો માટે -
તેમના ઘરની સજાવટ માટે કેટલીક ભેટ જેમ કે પેટિંગ્સ, ફ્લાવર પોટ કે મૂર્તિ વગેરે ફેંસી શો પીસ આપી શકાય. પરફ્યૂમ કે જ્વેલરી આઇટમ પણ આપી શકાય.