શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. રક્ષાબંધન 07
Written By પારૂલ ચૌધરી|

ભાઇની અમુલ્ય ભેટ

રક્ષાબંધન કે જે ભાઇ- બહેનના પ્રેમની નિશાનીનું પર્વ છે. આ પર્વ નિમિત્તે બહેન ભાઈને રક્ષા માટે રાખડી બાંધે છે. તો ભાઇ પણ તેને પ્રેમ સ્વરૂપે કોઇ પણ સપ્રેમ ભેટ આપે છે. પહેલાં તો ભાઈઓ પ્રેમથી જે પણ ભેટ આપતાં તે બહેનો લઈ લેતી હતી પરંતુ અત્યારે તો તેઓ પોતાની પસંદગીથી જ ગીફ્ટ લે છે. અને ભાઇઓને પણ બહેનને જે ગમતું હોય તે જ આપવું પડે છે. વાત અહીં આપણે પસંદ ના પસંદની નથી પરંતુ વાત છે અહીં ભાઇ દ્વારા આપેલ ભેટની. જે તમારા માટે જીંદગીભરનું સંભારણુ બની જાય છે. તો તમારા ભાઇ પાસેથી કોઇ પણ ભેટની માંગણી કરતાં પહેલા આટલું જરૂર ધ્યાન રાખો.
PTIPTI


જો તમે તમારા ભાઈ પાસે જ્વેલરીની માંગણી કરવાનાં હોય તો નીચેની બાબતો પર જરૂર ધ્યાન આપો.

- કોઇ પણ જ્વેલરી ખરીદતાં પહેલા એક બાબત પર જરૂર ધ્યાન આપો કે તમારું બજેટ કેટલા સુધીનું છે આ વાત નક્કી કર્યાં પછી જ ઘરેથી ખરીદી કરવા નીકળો.
- ત્યાર બાદ એવી જ્વેલરી ખરીદવાનો આગ્રહ રાખો કે જેનો ઉપયોગ તમે ગમે ત્યારે કરી શકો અને વળી તે હેવી લુક પણ આપે. પરંતુ હા ખુબ હેવી જ્વેલરી ખરીદ્યા કરતાં ડેલીકેટ જ્વેલરી ખરીદવાનો આગ્રહ રાખો.
- કોઇ પણ આખો સેટ ખરીદ્યા કરતાં તમે બંગડી, બુટ્ટી, વીંટીં બધાને અલગ અલગ લઈને પણ સેટ બનાવી શકો છો.
- જો તમને મોતીનો શોખ હોય તો તમે મોતીની જ્વેલરી પણ ખરીદી શકો છો. અને હવે તો મોતીમાં પણ કેટલીય અવનવી વેરાયટી આવી છે. અને મોતીની વસ્તુ હંમેશા સદાબહાર જ લાગે છે જેનો ઉપયોગ તમે ગમે ત્યારે કરી શકો છો.
- જો તમને ડાયમંડનો શોખ હોય તો ડાયમંડની હંમેશા ડેલીકેટ વસ્તુઓ જ લેવાનો આગ્રહ રાખો કેમકે તેનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો અને રુટીનમાં પણ પહેરી શકો છો.
- હવે સોનાનો શોખ તો બધાને જ હોય છે તો આજકાલ સોનામાં પણ ઘણી બધી વેરાયટીઓ જોવા મળે છે. અને સોનામાં પણ ઘણી બધી ધાતુઓ મિલાવીને સુંદર દાગીના બનાવે છે. જેમકે અડધી ચાંદી અને અડધું સોનું મિક્સ કરીને ખુબ સુંદર જ્વેલરી બનાવવામાં આવે છે જે એકદમ અલગ જ લૂક આપે છે. અને સોનાના દાગીના પર કલર કરીને તેને એકદમ રીચ લુક આપવામાં અવે છે. વળી તે બધા દાગીના કરતાં ડિફરન્ટ પણ લાગે છે.
-હવે જેને ચાંદીનો શોખ છે તેઓના માટે પણ બજારમાં ખુબ જ સુંદર દાગીના આવી ગયાં છે. જે તમને એકદમ ટ્રેંડી લુક પણ આપે છે.
- દાગીનાની ખરીદી કરતી વખતે એ વાત ખાસ યાદ રાખો કે હંમેશા લેટેસ્ટ ડીઝાઈનના દાગીના જ ખરીદો કેમકે પરંપરાગત ડીઝાઈનના દાગીના તો તમને તમારા ઘરમાંથી પણ મળી જશે.

તો આવી રીતે તમે તમારી પસંદગી કરી શકો છો. અને હા દાગીના ખરીદતી વખતે જરા પણ ઉતાવળ કરશો નહિ. કેમકે તે આખી જીંદગીનું સંભારણું બની રહે છે.