સંબંધિત સમાચાર
- અમદાવાદની રત્નાકર-૩ બિલ્ડિંગમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ
- ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવાનું ષડયંત્ર નિષ્ફળ, સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકો ઝડપાયા
- સૌથી ઊંચા સ્ટેચ્યુ પછી હવે ગુજરાતમા 129 કરોડના ખર્ચે બનસે લોટસ પાર્ક, જુઓ પહેલી ઝલક
- અબૂધાબીથી પેટમાં લાવ્યો 135 ગ્રામ સોનુ, અમદાવાદ એયરપોર્ટ પર કસ્ટમ વિભાગે પકડ્યો, પોટીમાંથી કાઢી 3 કેપ્સૂલ
- અમદાવાદમાં 14 મો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો શરૂ, બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યા, જાણો ક્યા સુધી ચાલશે?
અમદાવાદમાં દબાણ હટાવવાની કાર્યવાહી તેજ, ચાંદલોડિયા બ્રિજ પાસે AMCનું ડિમોલિશન; સ્થાનિકોનો વિરોધ
અમદાવાદ શહેરમાં જાહેર માર્ગોને દબાણમુક્ત બનાવવા માટે AMC દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ચાંદલોડિયા બ્રિજ નજીક ટીપી રોડ પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.
સવારમાં સ્થાનિકોના વિરોધથી અટકી કાર્યવાહી
ડિમોલિશનની કામગીરી શરૂ થતાં જ સ્થાનિક રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ એટલો ઉગ્ર બન્યો કે સવારના સમયે સ્થળ પર પહોંચેલી એસ્ટેટ વિભાગની ટીમને કાર્યવાહી કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. સ્થાનિકોમાં ભારે રોષ અને તણાવનું વાતાવરણ જોવા મળ્યું હતું.
પોલીસ બંદોબસ્ત વચ્ચે સાંજે ફરી શરૂ થયું ડિમોલિશન
જાહેર માર્ગ પરથી દબાણો હટાવવાના નિર્ણય પર અડગ રહેલા તંત્રે સાંજના સમયે ફરી કાર્યવાહી શરૂ કરી હતી. આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસની હાજરીમાં JCB મશીનોની મદદથી રોડને નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
AMCના આ અભિયાનનો હેતુ જાહેર માર્ગોને ખુલ્લા કરી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવાનો અને નાગરિકોને સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે. હાલ વિસ્તારમાં પોલીસ તૈનાત રાખી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
