જયંતિ ભાનુશાળીના ગામમાં શોકનો માહોલ, SITની રચના બાદ કોંગ્રેસના આકરા પ્રહાર

lalit vasoya
Last Modified મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (14:15 IST)
કચ્છ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની બે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. જેમને એક ગોળી માથામાં અને બીજી ગોળી છાતિના ભાગે મારવામાં આવી હતી. તેઓ ગઇકાલે ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યા હતા. હત્યા બાદ ટ્રેનને માળિયા ખાતે અટકાવવામાં આવી હતી. હાલ તેમના મૃતદેહને માળિયા ખાતે રાખવામાં આવ્યો છે.જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર અમદવાદ ખાતે કરવામાં આવશે. આ સાથે જ પરિવારજનોની માંગના કારણે સિવિલ હોસ્પિટલમાં જયંતિ ભાનુશાળીનું પીએમ કરાશે. મર્ડર મિસ્ટ્રીને સોલ કરવા માટે રેલવે પોલીસે એસઆઇટીની પણ રચના કરી છે. જેમા રેલવે LCB PI, 2 PSI, કોન્સ્ટેબલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મામલામાં અમદાવાદ રેલવે DySP પી.પી. પીરજીયા તપાસ કરશે. રાજકોટના DySPની પણ મદદ લેવામાં આવશે.જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ નેતાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, જયંતિ ભાનુશાળીની હત્યા રાજકીય અદાવત ગણાવી છે. હરેન પંડ્યાની જેમ જ ભાનુશાળીની હત્યા કરાઈ છે. આ સાથે જ કોંગ્રેસે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે, જયંતિભાઈ કયા રાઝ જાણતા હતા કે હત્યા થઈ થઇ ગઇ, શું નલિયા કાંડના રાઝ જયંતિભાઈ જાણતા હતા? પૂર્વ ધારાસભ્ય સલામત નથી તો અન્યની સુરક્ષાનું શું આ ભાજપ સરકાર શું કરશે? તેવો આરોપ પણ લગાવ્યો હતો.અબડાસાના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલી હત્યા નિપજાવી દેવામાં આવી છે. જ્યંતી ભાનુશાલી ભુજ અમદાવાદ ટ્રેનમાં જઈ રહ્યા હતા તે દરમિયાન ગોળી મારી હત્યા કરવામાં આવી છે. કચ્છ ભાજપના કદાવર નેતા જયંતિ ભાનુશાલી હત્યા બનાવ પગલે હાજાપર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહયો છે. જયંતિ ભાનુશાલી હત્યા પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ જયંતિ ભાનુશાળી હાજાપર સ્થિત ઘર બંધ જોવા મળ્યું હતું. તેમના ગામના ગ્રામજનો ઘેરા આઘાતમાં છે. ગ્રામજનો આરોપ છે કે જયંતિ ભાનુશાળી હત્યા પાછળ રાજકીય અદાવત હોવાનું ગ્રામજનો માની રહ્યા છે. ગ્રામજનો આરોપ છે કે, જયંતિ ભાઈની હત્યા છબિલ પટેલ કરાવી છે. છબીલ પટેલ અગાઉ જયંતિ ભાનુશાલીની કારકિર્દી પુરી કરી દેવાની ધમકી આપી હતી. છબીલ પટેલ રાજકીય દુશ્મની પુરી કરવા માટે જયંતિ ભાનુશાળીની હત્યા કરી હોવાનો પરિવારજનો પણ આરોપ મૂકી રહ્યા છે.જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં રાજ્ય સરકારે માહિતી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી સમગ્ર મામલે માહિતી મેળવી રહ્યા છે. ગૃહ અને પોલીસ વડાની સીધી દોરવણી હેઠળ તપાસની સુચના આપી દેવામાં આવી છે. આ અંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ DG શિવાનંદ ઝાને સીધો આદેશ આપ્યો છે અને ઘટનાની રાજ્યકક્ષાની તપાસ એજન્સી થકી મોનિટરીંગ કરવા સુચના આપી દેવાઇ છે. હાલમાં પોલીસ શંકાના આધારે તપાસ કરી રહી છે.


આ પણ વાંચો :