ગુજરાતીઓ માટે ઉદયપુર જવું હવે વધુ સરળ: અસારવા-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ થશે શરૂ, જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનું અંતર વધુ ઓછુ થશે. અમદાવાદથી લેક સિટી ઉદયપુર માટે વંદેભારત ટ્રેનનુ સંચાલન થશે. આ ટ્રેન અમદાવાદના અસારવા સ્ટેશનથી ચાલશે અને ઉદયપુર જશે. અમદાવાદથી ઉદયપુરની બીજી સવા કલાકમાં પુરી થઈ જશે. રેલવેએ આ ટ્રેનના સંચાલનને મંજુરી આપી છે. રેલ્વે મંત્રાલયે આ ટ્રેનના સંચાલનને મંજૂરી આપી દીધી છે, જેનો ઉદ્દેશ્ય દક્ષિણ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. આ ટ્રેન ટૂંક સમયમાં બંને શહેરો વચ્ચે કાર્યરત થશે. નોંધનીય છે કે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાના સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સ્ટેશન બિલ્ડિંગ 16 માળનું બનાવવામાં આવી રહ્યું છે.
સમય અને સ્ટોપેજ
ઉદયપુર → અસારવા (ટ્રેન નંબર 26963)
સ્ટેશન આગમન/પ્રસ્થાન સમય
ઉદયપુર શહેર - 06:10
ઝવેર 06:43 06:45
ડુંગરપુર 07:48 07:50
હિંમતનગર 09:05 09:07
અસારવા (અમદાવાદ) 10:25
અસારવા → ઉદયપુર (ટ્રેન નંબર 26964)
સ્ટેશન આગમન/પ્રસ્થાન સમય
અસારવા (અમદાવાદ) — 17:45
હિંમતનગર 18:53 18:55
ડુંગરપુર 20:03 20:05
ઝવેર 21:05 21:07
ઉદયપુર શહેર 22:00
જલ્દી જાહેર થશે લોંચ ડેટ
અમદાવાદ અને ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ તારીખ ટૂંક સમયમાં નક્કી થઈ શકે છે. આ ટ્રેનને સુરત સુધી લંબાવવાની પણ માંગ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, નવી મંજૂર થયેલી ટ્રેન જોડી, 26963/26964 ઉદયપુર-અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ, મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. પ્રાથમિક જાળવણી ઉદયપુરમાં કરવામાં આવશે, જ્યાં વંદે ભારત રેક સ્થાપિત કરવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસના જાવર, ડુંગરપુર અને હિંમતનગર ખાતે વ્યાપારી સ્ટોપ હશે. આ ટ્રેનના સંચાલનથી ગુજરાતના લોકોને ઉદયપુરની મુસાફરી કરવામાં ઘણી સુવિધા મળશે. ઉદયપુરની મુલાકાત લેતા ઘરેલુ ટુરિસ્ટમાં ગુજરાતના પ્રવાસીઓની સંખ્યા ઘણી વધુ છે.