બુધવાર, 11 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 15 જાન્યુઆરી 2026 (17:14 IST)

બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી

gujarat police
ભાવનગરના  બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી સાથે કોળી સમાજના ચાર યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.

કોળી સમાજના યુવાનો નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. આજે બગદાણા ખાતે ચાર યુવાનો અચાનક બોટલમાં જ્વલનશીલ પદાર્થ લઈ આવ્યા હતા અને પોતાના શરીર પર છાંટવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવાનો ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા લગાવી રહ્યા હતા.
 
 યાત્રાધામ બગદાણામાં છેલ્લા ઘણા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે. જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવકને 29 ડિસેમ્બર, 2025ની રાત્રે આઠ શખ્સો સાથે મળીને ગંભીર હુમલો કર્યો હતો.

શું છે સમગ્ર વિવાદ?
મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક ગત 29મી ડિસેમ્બરની મોડી રાતે આઠ શખસોએ નવનીત બાલધિયા પર ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. પીડિત યુવકે આ મામલે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બીજી તરફ, મહુવાના ઈન્ચાર્જ DYSPના જણાવ્યા અનુસાર, દારૂની બાતમી આપ્યાની શંકાના આધારે આ હુમલો થયો હતો.