1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Bhavnagar PM E Bus Launch By Jitu Vaghani; New Routes Inaugurated

શહેરી વિસ્તારો માટે વધુ 25 નવી PM ઈ-બસ સેવાનો પ્રારંભ:મંત્રી જીતુ વાઘાણીના હસ્તે લીલી ઝંડી, હવે શહેરના અંતરિયાળ વિસ્તારો પણ જોડાશે

PM E Seva Bus Bhavnagar
PM E Seva Bus Bhavnagar

 
 
ભાવનગર શહેરમાં જાહેર પરિવહનની સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે, જેમાં શહેરમાં બે મહિના પહેલાં શરૂ કરાયેલી PM ઈ-બસ સેવા શહેરી વિસ્તારોને બદલે ગ્રામ્ય પંથકોમાં દોડાવવામાં આવતી હોવાના આક્ષેપો અને લોકોના ભારે રોષ વચ્ચે તંત્ર દ્વારા આજે વધુ 25 નવી PM ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

શીતળા માતાજીના મંદિર પાસેથી નવી બસનો પ્રારંભ

​આજે કુંભારવાડા ખાતે શીતળા માતાજીના મંદિર પાસેથી આ નવી બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતા સહિતના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી બસોને પ્રસ્થાન કરાવી હતી અને પોતે પણ બસમાં મુસાફરી કરી આનંદ વ્યક્ત કર્યો હતો.
 

મહાનગરપાલિકાએ બે મહિના પહેલાં PM ઈ-બસ સેવાનો પ્રારંભ કર્યો

ભાવનગર શહેરમાં ઘણા વર્ષોથી સિટી બસ સેવા બંધ હાલતમાં હતી. જેને પુનઃ શરૂ કરવા માટે મહાનગરપાલિકાએ બે મહિના પહેલાં જ PM ઈ-બસ સેવાનો પ્રારંભ કર્યો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા 100 બસો ફાળવવામાં આવી હતી જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં 50 જેટલી બસો મુકવામાં આવી હતી, જોકે, શરૂઆતના તબક્કામાં આ બસોનો પૂરતો લાભ શહેરના લોકોને મળવાને બદલે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં રૂટ ફાળવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.
 

ઈલેક્ટ્રિક બસોને કારણે વાયુ અને અવાજનું પ્રદૂષણ ઘટશે

ત્યારે આજરોજ મહાનગરપાલિકાએ બીજા તબક્કામાં આવેલી આ તમામ 25 નવી ઈ-બસોને શહેરના અંતરિયાળ અને મુખ્ય વિસ્તારો સુધી જ દોડાવવાનો નિર્ણય કર્યો છે, ​આ નવી 25 બસો શરૂ થવાથી ભાવનગરના નાગરિકોને શહેરના અંતરિયાળ વિસ્તારો હવે સીધા જાહેર પરિવહન સાથે જોડાશે, જેનાથી હજારો મુસાફરોને રોજિંદી અવરજવરમાં સરળતા રહેશે. તેમજ ખાનગી વાહનો અને રીક્ષાના સતત વધતા ભાડાના ખર્ચમાંથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળશે, તેમજ ઈલેક્ટ્રિક બસો હોવાના કારણે શહેરમાં વાયુ અને અવાજનું પ્રદૂષણ ઘટશે.

About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
પ્રેમી સાથે રહેવા માંગતી હતી, જીદ કરવા લાગી તો પુત્રીને પિતાએ પોલીસ સ્ટેશનમાં મારી દીધુ ચપ્પુ