1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Big action by ATS in Mundra Bandar, ship coming from Pakistan stopped, intensive investigation started

મુન્દ્રા બંદરે ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાનથી આવેલા જહાજને રોકી સઘન તપાસ શરૂ

mundra port gujarat ATS
કચ્છના મુન્દ્રા બંદર પર ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાનથી આવેલા એક જહાજને રોકીને તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ જહાજ મુન્દ્રાથી મુંબઈના નવાશેવ બંદર જવા રવાના થવાનું હતું, પરંતુ શંકાસ્પદ સામગ્રી હોવાની આશંકાને આધારે ATSએ તેને અટકાવી તપાસનો દોર શરૂ કર્યો છે.

ATSની સ્વતંત્ર તપાસ, અન્ય એજન્સીઓ હાલ દૂર

 
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં આ સમગ્ર ઓપરેશન ગુજરાત ATS દ્વારા સ્વતંત્ર રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે. તપાસમાં કસ્ટમ વિભાગ સહિત અન્ય કોઈ એજન્સીને સામેલ કરવામાં આવી નથી. ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી શરૂ કરાયેલી હોવાથી સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે સતર્ક બની છે. જોકે, જહાજમાં શું છે અને તેને કયા કારણોસર રોકવામાં આવ્યું છે તે અંગે ATS તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

તાજેતરમાં જ મુન્દ્રા કિનારે ઝડપાયું હતું 1,180 કરોડનું કોકેઈન

 
ઉલ્લેખનીય છે કે 27 મે, 2026ના રોજ ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયાકાંઠેથી 118.97 કિલોગ્રામ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 1,180 કરોડ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં ખુલ્યું હતું કે બ્રાઝિલથી પાકિસ્તાન મારફતે આવેલા આ ડ્રગ્સનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો.
 
આ ઘટનાના પગલે મુન્દ્રા બંદર અને દરિયાઈ માર્ગો પર સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. હાલ ATSની તપાસ ચાલુ છે અને સમગ્ર મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવવાની શક્યતા છે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
5 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી, આજે 16 રાજ્યોમાં વરસાદની શક્યતા