1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Big racket of printing fake currency notes busted in Patan, used to run under the guise of Xerox shop illegal business

પાટણમાં નકલી ચલણી નોટો છાપવાનું મોટું રેકેટ ઝડપાયું, ઝેરોક્ષની દુકાનની આડમાં ચાલતો હતો ગેરકાયદેસર ધંધો

Big racket of printing fake currency notes
પાટણ: જિલ્લામાં નકલી ચલણી નોટો છાપવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસને મળેલી બાતમીના આધારે દેલમાલ ગામમાં આવેલી 'શિવમ ઇલેક્ટ્રોનિક્સ' નામની ઝેરોક્ષની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી રૂ. 500ના દરની 492 નકલી નોટો મળી આવી હતી. જપ્ત કરાયેલી નોટોની કુલ કિંમત રૂ. 2.46 લાખ થાય છે.
 
પોલીસે ઘટનાસ્થળેથી કૌભાંડના મુખ્ય સૂત્રધાર નિકુલજી હમીરજી ઠાકોર અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર સેટ અને એક મોટરસાયકલ સહિત કુલ રૂ. 1.01 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
 
પ્રાથમિક તપાસમાં આ કૌભાંડના તાર દિલ્હી અને રાજસ્થાન સુધી જોડાયેલા હોવાની માહિતી સામે આવી છે. પોલીસે જણાવ્યું હતું કે નકલી ચલણી નોટોનું નેટવર્ક વધુ વ્યાપક હોઈ શકે છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
 
તપાસ દરમિયાન ધીરજ ચૌહાણ (મૂળ બનાસકાંઠા, હાલ દિલ્હી), કૈલાશ (મૂળ રાજસ્થાન, હાલ દિલ્હી) અને પપ્પુ ઠાકોર (રહે. મંડલોપ, તા. ચાણસ્મા) નામના ત્રણ આરોપીઓની સંડોવણી પણ સામે આવી છે. જોકે, આ ત્રણેય આરોપીઓ હાલ ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
 
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધી કેટલી નકલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી હતી અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોની સંડોવણી હતી. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
251ની સ્પીડે દોડી BMW, પળવારમાં મોતનો ખેલ! ભયાનક અકસ્માતમાં 2 મિત્રોના ચીથરાં ઉડ્યા