1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Chief Minister Bhupendra Patel announced assistance to the beneficiaries

ભરૂચમાં વિકાસકાર્યોનો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લાભાર્થીઓને સહાયનું વિતરણ

cm bhuepndra patel

ભરૂચના વિકાસ માટે કરોડોના પ્રોજેક્ટ્સ

 
ભરૂચમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરી વિકાસકાર્યોનું અર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે કહ્યું કે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ વિકાસના લાભો સમાજના અંતિમ માણસ સુધી પહોંચાડવાનો છે.
 

ઔદ્યોગિક વિકાસથી ભરૂચની નવી ઓળખ

 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે ભરૂચમાં મર્યાદિત સગવડો હતી, પરંતુ આજે ઔદ્યોગિક વિકાસના કારણે ભરૂચ વિશ્વના નકશા પર “કેમિકલ કેપિટલ” તરીકે ઓળખ મેળવતું ગયું છે.દહેજ વિસ્તારમાં દેશના સૌથી મોટા PCPIR અને LNG ટર્મિનલ કાર્યરત છે, જ્યારે હવે જંબુસર વિસ્તારમાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક વિકસિત થઈ રહ્યો છે, જેનાથી ઔદ્યોગિક ક્ષેત્રને નવી ગતિ મળશે.
 

સુરત ઈકોનોમિક રિજિયનમાં ભરૂચનો સમાવેશ

 
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ભરૂચને સુરત ઈકોનોમિક રિજિયનમાં સામેલ કરવામાં આવવાથી ઉદ્યોગો માટે અનુકૂળ માહોલ ઉભો થશે અને સ્થાનિક યુવાઓ માટે રોજગારીના નવા અવસર સર્જાશે.
 

વિકાસનો લાભ અંતિમ માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ

 
પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં સુદૃઢ નાણાકીય આયોજન દ્વારા વિકાસકાર્યોનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે જિલ્લાની લાખો જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખીને અર્પણ કરાયેલા કરોડોના વિકાસકાર્યો ભરૂચની પ્રગતિમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
ये भी पढ़ें
એલપીજી સંકટ વચ્ચે પીએનજી કનેક્શન સરકારનો અહમ નિર્ણય, ઉપભોક્તાઓને કરવું પડશે