1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Cm Bhupendra Patel Flag Off 182 New St Buses For Each Assembly With Harsh Sanghavi In Gandhinagar

ગુજરાતની દરેક વિધાનસભાને મળશે નવી ST બસ: CM ભૂપેન્દ્ર પટેલે 182 બસોને આપી લીલી ઝંડી, ધારાસભ્યોએ કરી સવારી

Cm Bhupendra Patel Flag Off 182 New St Buses
Cm Bhupendra Patel Flag Off 182 New St Buses
ગુજરાત રાજ્યના પરિવહન વિભાગ દ્વારા એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે એક-એક નવી એસટી બસ ફાળવવામાં આવી છે. બુધવારે ગાંધીનગર ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ 182  નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પ્રતીકાત્મક રીતે બસના ડ્રાઇવરોને ચાવીઓ સોંપીને જનતાની સેવા માટે આ વાહનો સમર્પિત કર્યા હતા.

 

 ધારાસભ્યો અને મંત્રીઓએ કરી બસમાં મુસાફરી

આ કાર્યક્રમની સૌથી ખાસ વાત એ રહી કે નવી બસોના લોકાર્પણ બાદ મુસાફરોને બદલે રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો પોતે આ બસોમાં સવાર થયા હતા. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલથી નીકળેલી આ બસોમાં બેસીને તમામ જનપ્રતિનિધિઓ પોતાના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પ્રયોગ દ્વારા સરકારના મંત્રીઓએ જાહેર પરિવહન (Public Transport) નો ઉપયોગ કરવા અને તેને પ્રોત્સાહન આપવાનો એક મજબૂત સામાજિક સંદેશ આપ્યો છે.
 

ગુજરાત એસટી નિગમની કામગીરી અને વિસ્તાર

 
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) હાલમાં રાજ્યભરમાં પરિવહનનું મુખ્ય માધ્યમ છે. ગુજરાતમાં દરરોજ 8  હજારથી વધુ એસટી બસો રસ્તાઓ પર દોડે છે, જે અંદાજે 33  લાખ કિલોમીટરનું અંતર કાપે છે. આ નેટવર્ક દ્વારા દરરોજ સરેરાશ 27  લાખ મુસાફરો સુરક્ષિત અને સમયસર મુસાફરી કરે છે. તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એસટી બસમાં મુસાફરી કરી નિગમની સેવાઓની પ્રશંસા કરી હતી.
 

પરિવહન સુવિધા માટે રાજ્ય સરકારની આર્થિક મદદ

 
રાજ્ય સરકાર દર વર્ષે એસટી નિગમને આધુનિક બનાવવા અને નવી બસો ખરીદવા માટે મોટી નાણાકીય સહાય પૂરી પાડે છે. વર્ષ 2024-25  દરમિયાન કુલ 1963 નવા વાહનો સેવામાં મૂકવાનું આયોજન છે, જેમાં 963  સુપર એક્સપ્રેસ, 550   ગુર્જર નગરી, 100 સ્લીપર અને 350  મીડી બસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પીપીપી ધોરણે 200 આધુનિક વોલ્વો અને એસી બસો ચલાવવાની યોજના પર પણ કામ ચાલી રહ્યું છે.
 

62 કરોડના ખર્ચે પરિવહન સેવાનું આધુનિકીકરણ

 
ગાંધીનગરમાં લોકાર્પણ કરાયેલી આ 182 નવી બસો પાછળ રાજ્ય સરકારે અંદાજે 62  કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરિવહન રાજ્યમંત્રી પ્રવીણ માળી અને વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ બસોને પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે અંતરિયાળ ગામડાઓ સુધી નવી અને આરામદાયક બસો પહોંચે, જેથી સામાન્ય નાગરિકોની મુસાફરી વધુ સુલભ અને સુખદ બની રહે.
ये भी पढ़ें
સોનામાં 4,900 રૂપિયા અને ચાંદીમાં 14,744 રૂપિયાનો ઘટાડો